Not Set/ અમદાવાદ વી.એસ.હોસ્પિટલની બેદરકારી, મહિલાનો મૃતદેહ બદલાતા હોબાળો

અમદાવાદની વી.એસ.હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. વીએસ હોસ્પિટલમાં મહિલાનો મૃતદેહ બદલાઈ જવાથી પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે. મહિલાનાં મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. જ્યારે અંતિમવિધી માટે પરિવાર મૃતદેહ લેવા આવ્યો ત્યારે તેમને કોઇ અન્ય મહિલાનો મૃતદેહ આપવામાં આવતા હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતદેહ બદલાઈ ગયો હોવાનું સામે આવ્યુ હતુ. હવે પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર પર […]

Ahmedabad Gujarat
vs hospital અમદાવાદ વી.એસ.હોસ્પિટલની બેદરકારી, મહિલાનો મૃતદેહ બદલાતા હોબાળો

અમદાવાદની વી.એસ.હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. વીએસ હોસ્પિટલમાં મહિલાનો મૃતદેહ બદલાઈ જવાથી પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે. મહિલાનાં મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. જ્યારે અંતિમવિધી માટે પરિવાર મૃતદેહ લેવા આવ્યો ત્યારે તેમને કોઇ અન્ય મહિલાનો મૃતદેહ આપવામાં આવતા હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતદેહ બદલાઈ ગયો હોવાનું સામે આવ્યુ હતુ. હવે પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર પર આક્ષેપો લગાવ્યા છે.

ફરી એક વખત અમદાવાદની વીએસ હોસ્પિટલ વિવાદમાં આવી છે. આ વખતે 2 મહિલાઓનાં મૃતદેહ અદલા-બદલી થતા પરિવારજનો રોષે ભરાયા હતા. સુત્રોનાં જણાવ્યા અનુસાર, હોસ્પિટલનાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલા મૃતદેહ બદલાઇ ગયા હતા. વીએસ હોસ્પિટલમાં કર્ણાટકની એક ગર્ભવતી મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાવળા હત્યા કેસમાં મૃત્યુ પામેલી મિત્તલનો મૃતદેહ હોસ્પિટલમાં જ હતો. જેમાં બંનેનાં મૃતદેહ બદલીને પરિવારજનોને અપાયા હતા. આ મામલે પોલીસ અને પરિવારજનો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેને લઇને મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે.

આપને જણાવી દઇએ કે, કર્ણાટકની ગર્ભવતી મહિલાનું ડિલીવરી પહેલા મોત નીપજ્યું હતુ અને વળી બાવળાની મહિલાની હત્યા કરાઇ હતી. આ બંને મહિલાઓ વીએસ હોસ્પિટલમાં દાખલ હતી અને તેમનું મોત પણ સાથે થયુ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ મામલાની ગંભીરતાને ધ્યાને લેતા હોસ્પિટલ સત્તાવાળાઓએ અને મેયરે આ બનાવના તપાસનાં આદેશ આપી દીધા છે.