Covid 19 Cases/ અમદાવાદનો પોશ વિસ્તાર જોધપુરમાં નોધાયા સૌથી વધુ કોવિડ-19 કેસ

શહેરના પશ્ચિમમાં દૈનિક કેસોમાં લગભગ 75-80% હિસ્સો છે. આરોગ્ય વિભાગના ડેટા દર્શાવે છે કે શહેરમાં એક સપ્તાહમાં ટેસ્ટ પોઝિટીવીટી રેટ (ટીપીઆર) બમણો થયો છે.

Top Stories Ahmedabad Gujarat
સોમવારે શહેરના પશ્ચિમમાં દૈનિક કેસોમાં લગભગ 75-80% હિસ્સો છે. આરોગ્ય વિભાગના ડેટા દર્શાવે છે કે શહેરમાં એક સપ્તાહમાં ટેસ્ટ પોઝિટીવીટી

અમદાવાદ શહેરમાં સોમવારે દૈનિક કેસોમાં ઘટાડો નોંધાયો હતો. રવિવારે શહેરમાં 117 કેસ નોધાયા હતા. જેની સરખામણીમાં સોમવારે માત્ર 97 નવા કેસ નોધાયા હતા. એકંદરે, ગુજરાતમાં પણ રવિવારની સરખામણીએ સોમવારે ઓછા કેસ નોધાયા હતા. રવિવારે રાજ્યમાં 244 કેસ હતા. જયારે સોમવારે 217 નોધાયા હતા.

AMCના આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં સોમવારે સાંજ સુધીમાં 19 કોવિડ દર્દીઓ દાખલ થયા હતા – આઠ ખાનગી હોસ્પિટલોમાં, સાત SVP હોસ્પિટલમાં, ત્રણ સિવિલ હોસ્પિટલમાં અને એક યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તમામની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં હાલમાં 700 સક્રિય કેસ છે, જેમાંથી માત્ર જોધપુર વોર્ડમાં જ 115 છે.  ત્યારબાદ બોડકદેવમાં 85, થલતેજ અને નવરંગપુરામાં 60-60, ચાંદખેડામાં 45 અને નારણપુરામાં 36 છે . શહેરના પશ્ચિમમાં દૈનિક કેસોમાં લગભગ 75-80% હિસ્સો છે. આરોગ્ય વિભાગના ડેટા દર્શાવે છે કે શહેરમાં એક સપ્તાહમાં ટેસ્ટ પોઝિટીવીટી રેટ (ટીપીઆર) બમણો થયો છે. 14 જૂને તે 3.63% હતો, તે હવે વધીને 6.85% થઈ ગયો છે.

ગુજરાતમાં અન્ય કેસોમાં સુરત શહેરમાંથી 35, વડોદરા શહેરના 30 અને સુરત જિલ્લાના 10 કેસનો સમાવેશ થાય છે. સક્રિય કેસ 1,461 પર પહોંચી ગયા છે; પાંચ દર્દીઓ વેન્ટિલેટર પર હતા.

Business/ સાચવજો ડોક્ટરો ! હવે દવાના ફ્રી સેમ્પલ ઉપર પણ ટેક્સ ભરવો પડશે