હિજાબ વિવાદ/ AIMIMના વડા ઓવૈસીએ ટ્વિટ કર્યું ‘ ‘એક દિવસ હિજાબી વડાપ્રધાન બનશે’

AIMIMના વડા ઓવૈસીએ ફરી એકવાર ચોકાવનારો નિવેદન આપ્યો છે, તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે તેમાં તેઓ કહે છે એક દિવસ હિજાબ  પહેરનાર જ દેશની વડાપ્રધાન બનશે

Top Stories India
3 16 AIMIMના વડા ઓવૈસીએ ટ્વિટ કર્યું ' 'એક દિવસ હિજાબી વડાપ્રધાન બનશે'

દેશમાં હિજાબ મામલો વાયુવેગે પ્રસરી ગયો છે,હાલ અનેક રાજ્યોમાં હિજાબ મામલે પ્રદર્શન થઇ રહ્યા છે,હાલ ભારતમાં પાંચ રાજ્યોની ચૂંટણીની શરૂઆત થઇ ગઇ છે ત્યારે AIMIMના વડા ઓવૈસીએ ફરી એકવાર ચોકાવનારો નિવેદન આપ્યો છે, તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે તેમાં તેઓ કહે છે એક દિવસ હિજાબ  પહેરનાર જ દેશની વડાપ્રધાન બનશે.હાલ હિજાબનો વિવાદ દેશ નહીં પરતું આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચી ગયો છે. આ વિવાદ વધી રહ્યો છે.હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

इंशा’अल्लाह pic.twitter.com/lqtDnReXBm

— Asaduddin Owaisi (@asadowaisi) February 12, 2022

કર્ણાટક સરકારે રાજ્યમાં કર્ણાટક એજ્યુકેશન એક્ટ-1983ની કલમ 133 લાગુ કરી દીધી છે. આ કારણે હવે તમામ શાળા-કોલેજોમાં યુનિફોર્મ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. આ અંતર્ગત સરકારી શાળા-કોલેજોમાં નિયત યુનિફોર્મ પહેરવામાં આવશે, ખાનગી શાળાઓ પણ પોતાનો યુનિફોર્મ પસંદ કરી શકશે.આ નિર્ણયનો વિવાદ ગયા મહિને જાન્યુઆરીમાં શરૂ થયો હતો જ્યારે ઉડુપીની એક સરકારી કોલેજની છ વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને કોલેજમાં પ્રવેશી હતી. આ વિવાદ એ વાત પર હતો કે કોલેજ પ્રશાસને વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવાની મનાઈ ફરમાવી હતી, પરંતુ તેમ છતાં તેમણે તે પહેર્યો હતો. એ વિવાદ બાદ અન્ય કોલેજોમાં પણ હિજાબ શરૂ થઇ ગયો છે.કર્ણાટક અને તેની શાળા-કોલેજો દ્વારા દેશના બાકીના ભાગોમાં પહોંચ્યો છે. હવે અલગ અલગ પક્ષોના રાજકારણીઓ પણ સામસામે આવી ગયા છે. દિલ્હી-મુંબઈમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.