Election/ કાબલીવાલાની કાબિલિયત ઓળખવામાં AIMIMએ થાપ ખાધી

જે થાળીમાં ધરાઇને ખાવાનું ખાધું અને તેજ થાળીમાં કેવી રીતે થુંકવુ જો તેની સમજ મેળવવી હોય તો સાબીર કાબલીવાલાની કથની અને કરણીને સમજવી પડે. કાબલીવાલાનું કનેકશન હમણાં હમણાં AIMIM સાથે જોડાયું છે.અને જેવું જોડાયું કે તરત જ તેઓ ભૂલી ગયા છે કે જેની ફ્રિકવન્સી બગાડવા માટે તેઓ પ્રયાસમાં છે તેમના ટ્રાન્સમિટર તેમણે જ સેટ કર્યા […]

Ahmedabad Gujarat
EsHA6LvVoAEvsma e1613738210255 કાબલીવાલાની કાબિલિયત ઓળખવામાં AIMIMએ થાપ ખાધી

જે થાળીમાં ધરાઇને ખાવાનું ખાધું અને તેજ થાળીમાં કેવી રીતે થુંકવુ જો તેની સમજ મેળવવી હોય તો સાબીર કાબલીવાલાની કથની અને કરણીને સમજવી પડે. કાબલીવાલાનું કનેકશન હમણાં હમણાં AIMIM સાથે જોડાયું છે.અને જેવું જોડાયું કે તરત જ તેઓ ભૂલી ગયા છે કે જેની ફ્રિકવન્સી બગાડવા માટે તેઓ પ્રયાસમાં છે તેમના ટ્રાન્સમિટર તેમણે જ સેટ કર્યા હતા. એટલે કે જે રીતે કોંગ્રેસ સામે બાંયો ચઢાવીને તેઓ મેદાનમાં ઉતર્યા છે તે જ કોંગ્રેસે એક સમયે કાબલીવાલાને પદ અને પ્રતિષ્ઠા બંને અપાવ્યુ છે. પણ ઇતિહાસ સાક્ષી છે કે જો ખાઇને ફરી ન જાય તો તે નેતા ન કહેવાય તેમાં કાબલીવાલા ખરા ઉતર્યા છે.

કાબલીવાલા હાલ AIMIMના ગુજરાત પ્રેસીડેન્ટ છે. સમય સાથે તેઓ મોટા બનવાના પ્રયાસ કરે તેમાં કોંગ્રેસ કે બીજા કોઇને વાંધો નથી. પણ કાબલીવાલાએ જે રીતે કોંગ્રેસને ટાર્ગેટ કરીને ચૂંટણી મેદાનમાં ઉતરવાની પદ્ધતિ અપનાવી છે તેમાં તેમની કાબિલીયતના દર્શન પણ થઇ રહયા છે. વાત કાબિલીયતની આવી ત્યારે એ પણ આપણે જાણી લઇએ કે કાબલીવાલાની કાબિલીયતને ઓળખવામાં ખરેખર AIMIMએ થાપ ખાધી છે. તેના અનેક કારણો પણ છે જેને આપણે વિગતવાર સમજીએ તો ચોકકસ ખ્યાલ આવી જશે જે પાર્ટીએ ગુજરાતમાં જેને સુકાન સોપ્યું છે તે તેમાં પાર ઉતરશે કે નહી. શરૂઆત કરીએ કાબલીવાલાના અભ્યાસથી. તો કાબલીવાલ માત્ર જૂના અભ્યાસની આઠ જ ચોપડી ભણેલા છે. તેમને ભૂતકાળમાં જમાલપુર-ખાડિયાની બેઠક પરથી ધારાસભ્ય બનવા મળ્યું તે પણ તેમની નહી કોંગ્રેસની દેન હતી.

AIMIMએ અમદાવાદ કોર્પોરેશન માટે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.ચૂંટણી જીતવા સાબીર કાબલીવાલા અત્યારે એ જ કૉંગ્રેસ પાર્ટીને ગાળો ભાંડી રહ્યા છે જે પાર્ટીએ તેમને નેતા તરીકે પ્રજાની વચ્ચે ઉભા થવામાં સહારો આપ્યો હતો. સરાજાહેર તેઓ કહી રહ્યા છે કે તે કૉંગ્રેસના સૂપડાસાફ કરશે.કૉંગ્રેસની વોટબેંક ગણાતી મુસ્લિમ અને દલિતોને તોડવામાં લાગેલા સાબીર કાબલીવાલાના આવા વર્તનથી ન માત્ર કૉંગ્રેસ, બલ્કે સાબીરના સમર્થકો પણ આશ્ચર્યમાં મૂકાયા છે.થોડા સમય પહેલા પોતાનુ ધાર્યુ ન થતાં કૉંગ્રેસને અલવિદા કહેનારા સાબીર કાબલીવાલા અત્યારે ઓવૈસીની પાર્ટીના ગુજરાત પ્રમુખ છે.અને તેના નાતે કોર્પોરેશનની ચૂંટણીના આ મહાજંગમાં તેમની અધ્યક્ષતામાં AIMIMએ અમદાવાદમાં ૨૧ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. હવે કાબલીવાલાની કાબિલીયતનો બીજો એક અંદાજ પણ સમજવા જેવો છે આ ૨૧ ઉમેદવારોમાં પણ તેમણે એવા ઉમેદવારો પર પસંદગી ઉતારી છે કે જેઓ કાંતો હત્યા જેવા ગંભીર ગુનાના આરોપી છે કે પછી બીજા એવા કેટલાક નેતાઓને ઉભા કર્યા છે તેમનું પ્રજાની વચ્ચે કંઇ વજૂદ નથી. કેટલાક એવા નેતાઓ પણ આ વખતની ચૂંટણીમાં મેદાનમાં છે જેઓ અગાઉની ચૂંટણીઓમાં પણ પ્રજાનો વિશ્વાસ જીતી શક્યા નથી.

એટલું જ નહી ખુબ કાબલીવાલા પર પણ અગાઉ ૨૦૦૭માં ધાકધમકીના ગુના દાખલ થયેલા છે.તો ૨૦૧૧માં પણ હુલ્લડ મારફતે જાહેરનામાનો ભંગ કરવાનો ગુનો નોંધાયેલો છે. જે પાર્ટીનું પ્રતિનિધિત્વ જેણે સંભાળ્યુ છે જો તેનો સરદાર જ આઠ ચોપડી પાસ અને ગુનાઓની ભરમાર ધરાવતો હોય ત્યારે તે પાર્ટી અને તે પાર્ટી સાથે જોડાયેલા બીજા નેતાઓના ભવિષ્યનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ નથી. એવું નથી કે કાબલીવાલાએ અગાઉની પાર્ટીમાં રહીને પોતાની જાતને સમાજસેવા કે પાર્ટી માટે સમર્પિત કરી છે પણ જયારે જયારે સમય આવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટી સામે જ બળવાખોરી પણ નોંધાવી છે.

વાત છે ૨૦૧૨ની જયારે જમાલપુર-ખાડીયામાંથી સમીરખાન પઠાણને કોંગ્રેસમાંથી ટિકીટ અપાઇ હતી. અને કાબલીવાલાની ઇચ્છા તો હતી પણ તેમની પક્ષે બાદબાકી કરી હતી. તે વખતે તેમણે અપક્ષમાં ઉમેદવારી નોંધાવીને પક્ષ સામે ગદ્દારીના બીજ રોપી દીધા હતા, પણ ગદ્દારીની સજા એવી મળી કે પ્રજાએ તેમને ભૂંડી હાર આપી.જો કે પાર્ટીએ મોટુ માન રાખીને તેમની આ ભૂલને જતી કરી. પણ કાબલીવાલા એમ માને તેમ ન હતા.તેમણે આજ થિયરી ૨૦૧૭માં અપનાવી. ૨૦૧૭માં આજ બેઠક પર કોંગ્રેસ ઇમરાન ખેડાવાલાને ટિકીટ આપી તો ફરી કાબલીવાલાના પેટમાં તેલ રેડાયુ.અને ફરી બગાવતનો ઝંડો ઉપાડી લીધો.અને અપક્ષ તરીકે ફોર્મ ભરી દીધું. આવા અનેક કિસ્સાઓ વચ્ચે ફરી એક વાર AIMIMના સહારે ફરી કાબલીવાલા પ્રજાની વચ્ચે નેતા બનીને ઉતર્યા છે. જે રીતે તેમણે ઉમેદવારોની પસંદગી કરી છે તેના પરથી તેમની કાબિલયતનો અંદાજો પ્રજાએ અત્યારથી જ લગાવી દીધો છે કે આવા નેતા પ્રજાની સમસ્યાઓ ઉકેલવા માટે બિલકુલ કાબેલ નથી.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ