વાવાઝોડું/ યાસ વાવાઝોડાની પરિસ્થિતિ સામે પહોંચી વળવા વાયુસેના એલર્ટ

વાયુસેના એલર્ટ પર વાવઝોડાના લીધે

India
airforce 1 યાસ વાવાઝોડાની પરિસ્થિતિ સામે પહોંચી વળવા વાયુસેના એલર્ટ

ભારતીય વાયુસેનાએ યાસ વાવઝોડા સામે અગમચેતી પગલાં લઇને ઉત્પન થયેલી સ્થિતિને પહોચી વળવા માટે માનવતા સહાય અને રાહત કાર્યો માટે 11 પરિવહન વિમાન અને 25 હેલિકોપ્ટર તૈયાર રાખ્યાં છે. આ અંગેની જાણકારી અધિકારીઓએ રવિવારે આપી હતી. સરકારે બંગાળની ખાડીમાં ચક્રવાતને પહોંચી વળવા માટેના ઘણાં પગલાં લીધાં હોવાથી, એરફોર્સે રવિવારે ત્રણ અલગ અલગ સ્થળોએથી 21 ટન રાહત પુરવઠો અને એનડીઆરએફના 334 જલાનોને વિમાનથી કોલકતા અને પોર્ટ બલ્યેર પહોચાડવામાં આવ્યા છે.

યાસ વાવઝોડાને સામે પહોંચી વળવા માટે પ્રશાસન અગમચેતી પગલાં લઇ રહ્યા છે.અધિકારીના જણાવ્યા અનુસાર રાહત સામગ્રી,ઉપકરણ અને રાહત બચાવ ટીમને પાંચ સી 130 વિમાન દ્વારા પટના ,વારાણસી,અને અરાક્કોનમમાં પહોચાડવામાં આવ્યા છે. વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે યાસ વાવઝોડાને ધ્યાનમાં લઇને આ અભિયાન 21 મે થી ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં વાયુસેનાએ 606 કક્મચારીઓ અને 57 ટન સામગ્રી વિમાન દ્વારા પહોચાડી છે. ભારતીય વાયુસેનાએ  માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત કામગીરી માટે ત્રણ સી -130, ચાર એએન -32 વિમાન અને બે ડોર્નીઅર વિમાન સહિત 11 પરિવહન વિમાનો તૈયાર કર્યા છે. વધુમાં, 11 એમઆઈ -17 વી 5, બે ચેતક, ત્રણ ચિત્તો અને સાત એમઆઇ -17 હેલિકોપ્ટર સહિતના 25 જેટલા હેલિકોપ્ટરને પણ કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે 26 મેની સાંજ સુધી વાવઝોડું  યાસ પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના કાંઠાને પાર કરશે તેવી સંભાવના છે, જે દરમિયાન પવનની ગતિ 155-165 કિમી પ્રતિ કલાક રહેશે. આને કારણે પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ખૂબ ભારે વરસાદની સંભાવના છે.