air force/ વાયુસેનાએ અનિલ કપૂરની ફિલ્મ AK Vs AK સામે ઉઠાવ્યો વાંધો, કહ્યું – દ્રશ્યને…

અભિનેતા અનિલ કપૂરની આગામી ફિલ્મ AK Vs AK ના પ્રમોશનલ વીડિયો પર ભારતીય વાયુસેનાએ વાંધો ઉઠાવ્યો છે જેમાં અનિલ કપૂરે વાયુસેનાના અધિકારીનો યુનિફોર્મ પહેરેલો છે.

Top Stories India
a 130 વાયુસેનાએ અનિલ કપૂરની ફિલ્મ AK Vs AK સામે ઉઠાવ્યો વાંધો, કહ્યું - દ્રશ્યને...

અભિનેતા અનિલ કપૂરની આગામી ફિલ્મ AK Vs AK ના પ્રમોશનલ વીડિયો પર ભારતીય વાયુસેનાએ વાંધો ઉઠાવ્યો છે જેમાં અનિલ કપૂરે વાયુસેનાના અધિકારીનો યુનિફોર્મ પહેરેલો છે. ભારતીય વાયુસેનાએ અનિલ કપૂરના યુનિફોર્મ પહેરવાની રીત અને તેના સંવાદ પર વાંધો ઉઠાવતા કહ્યું છે કે સંબંધિત વીડિયો દૂર કરવાની જરૂર છે.

ભારતીય વાયુસેનાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, “વિડીયોમાં એરફોર્સનો યુનિફોર્મ ખોટી રીતે બતાવવામાં આવ્યો છે. અને જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે પણ યોગ્ય નથી. તે ભારતના સશસ્ત્ર દળોના વર્તનનાં ધોરણોને અનુરૂપ નથી. સંબંધિત દ્રશ્યો પાછા લેવાની જરૂર છે. ” ભારતીય વાયુસેનાએ આ પ્રતિસાદ આપ્યો છે તેવો પ્રમોશનલ વીડિયો 7 ડિસેમ્બરે અનિલ કપૂરે ટ્વીટ કર્યો હતો.

અગાઉ ભારતીય વાયુસેનાએ ધર્મ પ્રોડક્શનની નેટફ્લિક્સ શ્રેણી ‘ગુંજન સક્સેના … ધ કારગિલ ગર્લ’ માં એરફોર્સ વર્ક કલ્ચરની ખોટી રજૂઆત કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. નેટફ્લિક્સ અને સીબીએફસીને લખેલા પત્રમાં ભારતીય વાયુસેનાએ કહ્યું હતું કે તેઓએ ફિલ્મના કેટલાક દ્રશ્યો અને સંવાદો સામે વાંધો ઉઠાવ્યો હતો કારણ કે તેઓએ એરફોર્સની નકારાત્મક છબી બતાવી હતી.

બ્લેક બિકીની પહેરી પુલમાં ઉતરી હિના ખાન, અભિનેત્રીની સુંદરતા જોઈ ચાહકો થયા દીવાના

એરિકા ફર્નાન્ડિઝ અને હર્ષદ ચોપડાનું ‘જુદા કર દિયા’ સોંગ રિલીઝ, જુઓ

સુશાંત સિંહ રાજપૂત કેસ : રિયાને ડ્રગ્સ સપ્લાય કરનાર પૈડલરની કરાઈ ધરપકડ, 2.5 કરોડનું મળ્યું ડ્રગ્સ

તમિલ ટીવી અભિનેત્રી વીજે ચિત્રાએ કરી આત્મહત્યા, હોટલના બાથરૂમમાં…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…