Ahmedabad News: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં સુરક્ષા (Air India Flight Bomb Threat) તંત્ર દોડતું થયું હતું. સાઉદી અરેબિયાના દમામથી નવી દિલ્હી જઈ રહેલી ફ્લાઇટમાં (Dammam Delhi Flight) શંકાસ્પદ ચિઠ્ઠી મળ્યા બાદ વિમાનને અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
ટિશ્યુ પેપર પર ‘BOMB’ લખેલું મળ્યું
પ્રાથમિક માહિતી મુજબ, ફ્લાઇટ હવામાં હતી તે દરમિયાન ક્રૂ મેમ્બરને ટિશ્યુ પેપર પર અંગ્રેજીમાં ‘BOMB’ લખેલી ચિઠ્ઠી મળી હતી. આ ચિઠ્ઠી મળતાં જ ક્રૂ દ્વારા પાઇલટને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સુરક્ષા પ્રોટોકોલ મુજબ એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કરી ફ્લાઇટને નજીકના અમદાવાદ એરપોર્ટ તરફ ડાયવર્ટ (Ahmedabad Airport Emergency Landing) કરવામાં આવી હતી.
Air India Flight Bomb Threat: અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ
ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટ તંત્રને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટના લેન્ડિંગ પહેલાં જ જરૂરી ઇમરજન્સી સેવાઓ અને સુરક્ષા ટીમોને તૈયાર રાખવામાં આવી હતી. વિમાન અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ તેને સાવચેતીના ભાગરૂપે અલગ વિસ્તારમાં ઊભું રાખવામાં આવ્યું હતું.
32 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા
ફ્લાઇટમાં સવાર તમામ 32 મુસાફરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મુસાફરોને એરપોર્ટ બસ મારફતે ટર્મિનલ બિલ્ડિંગ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. સાવચેતીના ભાગરૂપે મુસાફરોના સામાનને પણ અલગ રાખીને તેની તપાસ કરવામાં આવી હતી.
બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડે તપાસ કરી
ફ્લાઇટ અમદાવાદ પહોંચ્યા બાદ CISF, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડ સહિતની ટીમોએ તપાસ શરૂ કરી હતી. સુરક્ષા કર્મચારીઓએ વિમાનના વિવિધ ભાગો તેમજ લગેજની વિગતવાર ચકાસણી હાથ ધરી હતી.
પ્રાથમિક સર્ચ દરમિયાન વિમાનમાંથી કોઈ શંકાસ્પદ કે વિસ્ફોટક સામગ્રી મળી ન હોવાનું સામે આવ્યું છે. જેના પગલે સુરક્ષા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, ફ્લાઇટમાં ધમકીભરી ચિઠ્ઠી કેવી રીતે પહોંચી અને તે કોણે મૂકી હતી તે અંગે સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ધમકી સાચી હતી કે માત્ર અફવા ફેલાવવાના ઇરાદે આપવામાં આવી હતી તે પણ તપાસ બાદ સ્પષ્ટ થશે.
એરપોર્ટ પર હાઇ એલર્ટ જેવો માહોલ
બોમ્બની ધમકી મળતાં અમદાવાદ એરપોર્ટ પર થોડા સમય માટે હાઇ એલર્ટ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઇમરજન્સી લેન્ડિંગથી એરપોર્ટ પરિસરમાં દોડધામ જોવા મળી હતી, પરંતુ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી.
આ પણ વાંચો: નર્મદામાં 24 દિવસ બાદ ખેડૂતોના ધરણાનો અંત! સરકારની ખાતરી બાદ પારણાં, 70 હજારથી વધુ ખેડૂતોને લાભની શક્યતા
આ પણ વાંચો: જન્માષ્ટમી-દિવાળી પહેલાં ખાંડનો કકળાટ! ગુજરાતની 35% રાશન દુકાનો પર સપ્ટેમ્બરની ખાંડનું સંકટ
આ પણ વાંચો: ભારતની GDPએ લગાવી જોરદાર છલાંગ! 7.8% ગ્રોથ, RBIના અંદાજ કરતાં પણ વધુ
