Not Set/ એશ્વર્યા બ્લેક ડ્રેસમાં દેખાઈ રહી છે ખૂબ જ સુંદર, જોઇને અંજાઈ જશે આપની આંખો

એશ્વર્યાના બ્લેક ડ્રેસ પર ખૂબ જ સુંદર બોર્ડર ડીઝાઇન કરવામાં આવી છે. લટકતા ઝુકમાં અને એક કોકટેલ રીંગના કોમ્બિનેશને આ સ્ટાઈલને ચાર ચાંદ આપવાનું કામ કર્યું છે.

Entertainment
aishvarya in black dress એશ્વર્યા બ્લેક ડ્રેસમાં દેખાઈ રહી છે ખૂબ જ સુંદર, જોઇને અંજાઈ જશે આપની આંખો

બોલીવુડ બ્યુટી ક્વીન એશ્વર્યા રાય જ્યાં પણ જાય છે, ત્યાં તેની સુંદરતા માટે જાણીતી છે. તેમનો ચાહક વર્ગ ખૂબ જ વિશાલ છે. તે તાજેતરમાં જ પેરિસ ફેશન વીકમાં ભાગ લીધો હતો અને લોરિયલ પેરિસ માટે રેમ્પ વોક કર્યો હતો, જેમાં તેણીએ વ્હાઈટ કલરનો ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં તે પરીથી ઓછી દેખાઈ રહી નથી અને તેણે ત્યાં ઉપસ્થિત લોકોના દિલ પણ જીતી લીધી હતા.

ત્યારબાદ એશ્વર્યા વધુ એક લોરિયલ ઇવેન્ટ માટે દુબઈ રવાના થઇ ગઈ હતી જ્યાં પણ તેણે પોતાની આગવી સ્ટાઈલથી પોતાના ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સેલિબ્રિટી મેકઅપ આર્ટીસ્ટ આદિત્ય શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન એક બ્લેક સ્લીવલેસ ડ્રેસમાં દેખાઈ રહી છે. એશ્વર્યાના બ્લેક ડ્રેસ પર ખૂબ જ સુંદર બોર્ડર ડીઝાઇન કરવામાં આવી છે. લટકતા ઝુકમાં અને એક કોકટેલ રીંગના કોમ્બિનેશને આ સ્ટાઈલને ચાર ચાંદ આપવાનું કામ કર્યું છે. એશ્વર્યા રાયના આ સિગ્નેચર મેકઅપ લૂકને જોઇને તેમના ચાહકો પણ ખૂબ જ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. સ્પોર્ટીંગ વિન્ગ્ડ આઈ લાઈનર, શાઈની સ્કીન અને પાઉટ કરતા નજરે પડી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Aditya Sharma (@kavyesharmaofficial)

 

મહત્વની વાત એ છે કે, એશ્વર્યા રાય બચ્ચન જયારે પણ ક્યાંય જાય છે ત્યારે તે રેડ પાઉટમાં ફોટો ક્લિક કરવાનું ચૂકતી નથી. ગતવર્ષે પોતાની દીકરી આરાધ્યાના જન્મદિવસે પણ તેણીએ કાળા રંગનો ચિકન ડ્રેસ પહેયો હતો અને ફોટો શેર કર્યો હતો. જેમાં તે સ્ટ્રેટ હેરમાં, વિંગ સ્ટાઈલમાં આઈલાઈન અને રેડ રંગની લિપ્સ્ટિકમાં દેખાઈ રહી છે.