Cannes Film Festival/ ઐશ્વર્યા રાયનો કાન્સ લૂક આવ્યો સામે, પરંતુ ફોઈલ રે જોઈ લોકોએ ઉડાવી મજાક   

ઐશ્વર્યા રાય બચ્ચન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેના રેડ કાર્પેટ લુક માટે લાઇમ લાઈટમાં  હતી. પરંતુ અભિનેત્રીની ફેશન જોયા બાદ સોશિયલ મીડિયા પર લોકોને રિતિક રોશનની ફિલ્મનું આ પાત્ર યાદ આવી ગયું.

Trending Entertainment
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ

છેલ્લા કેટલાક સમયથી ઐશ્વર્યા રાય બચ્ચન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પોતાનો જલવો બતાવી રહી છે. અને છેલ્લા ૨૧ વર્ષથી આ સિલસિલો યથાવત જ છે. 16મી મેથી શરૂ થયેલા આ ફેસ્ટિવલમાં સારા અલી ખાનથી લઈને એશા ગુપ્તા અને મૃણાલ ઠાકુર સુધી ઘણા સ્ટાર્સે વોક કર્યું હતું અને સાથે તેમના ડેબ્યુના ફોટોસ પણ સામે આવ્યા હતા.

18 મેના રોજ મિસ વર્લ્ડ બનેલી ઐશ્વર્યા રાયે પોતાના લુકને લઈને ઘણી લાઈમલાઈટ મેળવી હતી, સાથે સાથે આ બ્લેક અને સિલ્વર ગાઉનમાં અભિનેત્રીનો આ લુક જોઈને ચાહકો દંગ રહી ગયા હતા. ઐશ્વર્યાનો આ લુક સોશિયલ મીડિયા પર હાલ ચર્ચાનો વિષય બન્યો છે. તેનો લુક જોઈને કેટલાક યુઝર્સને રિતિક રોશનની ફિલ્મ ‘કોઈ મિલ ગયા’નું મેઈન કેરેકટર યાદ આવી ગયું.

ઐશ્વર્યાના રેડ કાર્પેટ લુકથી ફેન્સ ઈમ્પ્રેસ ન થયા

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાયનો રેડ કાર્પેટ લુક કેટલાક લોકોને ગમ્યો હતો, તો કેટલાકે તેને  ટ્રોલ કરવામાં કોઈ જ કસર બાકી નહોતી રાખી. PS2 એક્ટ્રેસે આ ખાસ પ્રસંગ પર સિલ્વર હૂડી ગાઉન પહેર્યું હતું, જેના પર એક મોટું કાળા રંગનું બો બન્યું  હતું.

AISHWARYA%20RAI(8) ઐશ્વર્યા રાયનો કાન્સ લૂક આવ્યો સામે, પરંતુ ફોઈલ રે જોઈ લોકોએ ઉડાવી મજાક   

આ લુક જોયા પછી કેટલાક યુઝર્સ બોલ્યા રિતિક રોશન અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ ‘કોઈ મિલ ગયા’નો જાદુ યાદ આવી ગયો.

AISHWARYA%20CANNES ઐશ્વર્યા રાયનો કાન્સ લૂક આવ્યો સામે, પરંતુ ફોઈલ રે જોઈ લોકોએ ઉડાવી મજાક   

એ યુઝરે ટ્વિટર પર એક્ટ્રેસના આ લુકના ફોટો શેર કરતા લખ્યું કે , ” ઐશ્વર્યા રાયને આ લુકની પ્રેરણા કોની પાસેથી મળી છે, તે વ્યક્તિ મળી ગઈ છે”.

CANNES(2) ઐશ્વર્યા રાયનો કાન્સ લૂક આવ્યો સામે, પરંતુ ફોઈલ રે જોઈ લોકોએ ઉડાવી મજાક   

અન્ય એક યુઝરે એક્ટ્રેસના લુકની મજાક ઉડાવતા લખ્યું કે, “1લી તસવીર સ્વિગી-ઈંસ્ટામાર્ટની આઈસ્ક્રીમ ડિલિવરી છે અને બીજી તસવીર ઐશ્વર્યા રાયનો કાન્સનો  લુક છે”.

aishwarya%20trolled ઐશ્વર્યા રાયનો કાન્સ લૂક આવ્યો સામે, પરંતુ ફોઈલ રે જોઈ લોકોએ ઉડાવી મજાક   

લોકોએ હેર સ્ટાઈલ બદલવાની સલાહ આપી

ઐશ્વર્યા રાય બચ્ચન ઘણીવાર તેની હેરસ્ટાઇલને કારણે ટ્રોલ થાય છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના અવસર પર, એક્ટ્રેસે  આ વખતે તેના લુક સાથે ચોક્કસપણે એક્સ્પેરીમેન્ટ  કર્યો છે, પરંતુ તેને તેની હેરસ્ટાઇલમાં બિલકુલ બદલાવ કર્યો નથી.

aishwarya%20memes ઐશ્વર્યા રાયનો કાન્સ લૂક આવ્યો સામે, પરંતુ ફોઈલ રે જોઈ લોકોએ ઉડાવી મજાક   

તેની હેરસ્ટાઇલ પર કમેન્ટ કરતા, એક યુઝરે લખ્યું, “મૅમ, જો તમે રેડ કાર્પેટ પર ચાલી રહ્યા છો, તો હું તમને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે તમારી હેરસ્ટાઇલ બદલો, કારણ કે છેલ્લા 1 વર્ષથી આ તમારી હેરસ્ટાઇલ છે. તમે અમીર અને સુંદર છો તો શા માટે તમે તમારી આ હેરસ્ટાઇલ પાછળ તમારી સુંદરતાને  છુપાવો છો.”

તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય 2002 થી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ છે. એક સમયમાં તેનો ફેશન ગેમ એકદમ  હાઈ રહ્યો હતો,  તો ક્યારેક તે પર્પલ લિપસ્ટિક લગાવવાના કારણે  અને વજન વધવાના કારણે  ટ્રોલ થઈ હતી.