Not Set/ અજય દેવગણ ની ફિલ્મ રેડનું ટેલર કર્યું લોન્ચ, જુવો આ વિડીયો  

મુંબઈ, પોતાની આગામી ફિલ્મ રેડમાં અજય દેવગણ ઈનકમ ટેક્સ ઓફિસરના દમદાર પાત્રમાં નજરે પડનાર છે. મેકર્સે ફિલ્મનુ પોસ્ટર લોન્ચ કર્યા બાદ આ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર પણ લોન્ચ કર્યુ છે. ટ્રેલરમાં અભિનેતા અજય દેવગણની પ્રથમ જ ઝલક દર્શકોના દિલમાં ઉતરવા માટે પુરતી છે. ફરી એકવાર અજય દેવગણ એક ઈમાનદાર ઓફિસરના પાત્રમાં બિલકુલ છવાઈ ગયો છે. આપને […]

Entertainment
Raid movie અજય દેવગણ ની ફિલ્મ રેડનું ટેલર કર્યું લોન્ચ, જુવો આ વિડીયો  

મુંબઈ,

પોતાની આગામી ફિલ્મ રેડમાં અજય દેવગણ ઈનકમ ટેક્સ ઓફિસરના દમદાર પાત્રમાં નજરે પડનાર છે. મેકર્સે ફિલ્મનુ પોસ્ટર લોન્ચ કર્યા બાદ આ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર પણ લોન્ચ કર્યુ છે. ટ્રેલરમાં અભિનેતા અજય દેવગણની પ્રથમ જ ઝલક દર્શકોના દિલમાં ઉતરવા માટે પુરતી છે. ફરી એકવાર અજય દેવગણ એક ઈમાનદાર ઓફિસરના પાત્રમાં બિલકુલ છવાઈ ગયો છે. આપને જણાવી દઈએ કે આ ફિલ્મ લખનઉ પર બેસ્ડ છે અને તે સત્ય ઘટના પર આધારીત છે. ફિલ્મ ૧૯૮૧માં દેશની સૌથી મોટી હાઈપ્રોફાઈલ ઈનકમ ટેક્સ રેડ સાથે સંકળાયેલ છે.

અજય દેવગણના કેટલાક ડાયલોગ્સ જેમ કે, ડિપાર્ટમેન્ટ હવે ટેક્સની ચોરી ચલાવી નહીં લે, ઈમાનદાર  ઓફિસર્સને નહીં પણ તેમની પત્નીઓએ બહાદુર થવાની જરૂર  છે. આ ફિલ્મમાં ફરી તેની સાથે ઈલિયાના ડીક્રુઝ નજરે પડશે, બન્નેની કેમેસ્ટ્રી દમદાર છે.  અજય અને ઈલિયાના ફરીથી એક વાર રોમાન્સ કરતા જોવા મળશે ફિલ્મમાં સૌરભ શુક્લા નેગેટીવ રોલમાં નજરે પડશે.  અભિનેતા અજય દેવગણે આ ફિલ્મનુ ટ્રેલર પોતા ટ્વિટર એકાઉન્ટમાં શેર કર્યુ હતું.  ફિલ્મમાં તે સમય પટનાઈકના પાત્રમાં નજરે પડશે, જે લખનઉમાં ડેપ્યુટી કમિશનરની ભૂમિકામાં છે. આ વર્ષે રિલીઝ થનારી અજયની આ પહેલી ફિલ્મ 16 માર્ચ રિલીઝ થશે. છે