Movie Masala/ પહેલીવાર સ્ક્રીન પર સાથે જોવા મળશે અક્ષય કુમાર અને અરશદ વારસી, ટૂંક સમયમાં શરૂ કરશે આ ફિલ્મનું શૂટિંગ

અક્ષય કુમાર અને અરશદ વારસીના ચાહકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. દર્શકો બોલીવુડના બંને પ્રખ્યાત કોમેડી એક્ટર્સને એક સાથે સ્ક્રીન પર જોઈ શકશે. તેઓ બચ્ચન પાંડેમાં એકસાથે જોવા મળશે.

Entertainment
a 246 પહેલીવાર સ્ક્રીન પર સાથે જોવા મળશે અક્ષય કુમાર અને અરશદ વારસી, ટૂંક સમયમાં શરૂ કરશે આ ફિલ્મનું શૂટિંગ

અક્ષય કુમાર અને અરશદ વારસીના ચાહકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. દર્શકો બોલીવુડના બંને પ્રખ્યાત કોમેડી એક્ટર્સને એક સાથે સ્ક્રીન પર જોઈ શકશે. તેઓ બચ્ચન પાંડેમાં એકસાથે જોવા મળશે. મૂવીનું દિગ્દર્શન ફરહાદ શામજી કરશે, જ્યારે નિર્માતા સાજિદ નડિયાદવાલા છે.

ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે ટ્વિટર પર આ માહિતી આપી છે. તેણે લખ્યું – અક્ષય કુમાર અને અરશદ વારસી પહેલીવાર સાથે કામ કરશે. તે એક્શન કોમેડી ફિલ્મ બચ્ચન પાંડેમાં જોવા મળશે. ”

અક્ષય અને અરશદ ઉપરાંત કૃતિ સેનન પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ફિલ્મનું શૂટિંગ આગામી વર્ષ જાન્યુઆરીમાં જેસલમેરમાં શરૂ થશે, જે માર્ચ 2021 સુધી ચાલશે.

બચ્ચન પાંડેમાં અક્ષય કુમાર ગેંગસ્ટરની ભૂમિકા ભજવશે, જ્યારે કૃતિ સેનન એક પત્રકારની ભૂમિકા નિભાવશે, જે ડિરેક્ટર બનવા માંગે છે. અક્ષયના મિત્ર તરીકે અરશદ વારસી દેખાશે. ટૂંક સમયમાં આ ફિલ્મ માટે બીજી અભિનેત્રી સાઇન કરવામાં આવશે.

‘બચ્ચન પાંડે’ અક્ષય અને નડિયાદવાલાની સાથે મળીને દસમી ફિલ્મ છે. આ અગાઉ બંનેએ ‘હે બેબી’, ‘જાન-એ-મન’, ‘વક્ત હમારા હૈ’ અને ‘હાઉસફુલ’ ફ્રેન્ચાઇઝીની ફિલ્મોમાં એકસાથે કામ કર્યું છે. અક્ષય, સાજિદ, કૃતિ અને ફરહાદ અગાઉ 2019 પિરિયડ-કોમેડી હાઉસફુલ 4 માં સાથે જોવા મળ્યા હતા. સૂત્રએ જણાવ્યું હતું કે આ ફિલ્મના ઘણા ક્રૂ મેમ્બર પણ ‘બચ્ચન પાંડે’માં જોડાશે. આખી ટીમ એક સાથે સૂર્યગઢ હોટલમાં રોકાશે અને કેટલાક ઇન્ડોર સિક્વન્સને ત્યાં શૂટ કરવામાં આવશે. આ ફિલ્મમાં કેટલાક વિસ્તૃત એક્શન સિક્વન્સ પણ છે અને તે શુટિંગ શેડ્યૂલ માટે દેશભરમાંથી ટીમો ક્રૂમાં જોડાશે.

આ મૂવી ઉપરાંત અક્ષય કુમાર રામ સેતુ, પૃથ્વીરાજ, બેલ બોટમ, અતરંગી રે, રક્ષાબંધન અને સૂર્યવંશી જેવી ફિલ્મોમાં જોવા મળશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…