Bollywood/ માથા પર પાઘડી, દાઢી, ચશ્મા પહેરેલો જોવા મળ્યો અક્ષય કુમાર, અનટાઈટલ્ડ ફિલ્મમાંથી લીક થયો લુક

અક્ષય કુમારે ફેન્સને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે. બોલિવૂડ સ્ટારની અનટાઈટલ ફિલ્મનો નવો લૂક રિલીઝ થઈ ગયો છે આ લુક ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે ટ્વિટર પર શેર કર્યો છે

Trending Entertainment
10 14 માથા પર પાઘડી, દાઢી, ચશ્મા પહેરેલો જોવા મળ્યો અક્ષય કુમાર, અનટાઈટલ્ડ ફિલ્મમાંથી લીક થયો લુક

અક્ષય કુમારે ફેન્સને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે. બોલિવૂડ સ્ટારની અનટાઈટલ ફિલ્મનો નવો લૂક રિલીઝ થઈ ગયો છે. આ લુક ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે ટ્વિટર પર શેર કર્યો છે. અભિનેતા હાલમાં યુકે, લંડનમાં શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મ વાસ્તવિક જીવનની સ્ટોરી પર આધારિત છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ માઈનિંગ એન્જિનિયર જસવંત સિંહ ગિલ પર આધારિત હશે.

જસવંત સિંહ ગીલે રાનીગંજ કોલફિલ્ડમાં ફસાયેલા 64 લોકોના જીવ બચાવ્યા હતા. આ વાત વર્ષ 1989ની છે. અક્ષય કુમાર જસવંત સિંહ ગિલની ભૂમિકા ભજવતો જોવા મળી શકે છે. જોકે, મેકર્સ દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી અને ન તો કોઈએ તેના પર કોઈ નિવેદન જારી કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ ભારતીય ફિલ્મ કંપની પૂજા એન્ટરટેઈનમેન્ટ કરશે. ટીનુ સુરેશ દેસાઈ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. ટીનુએ અગાઉ વર્ષ 2016માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રુસ્તમ’નું નિર્દેશન સંભાળ્યું હતું.

અક્ષય કુમારની અનટાઈટલ્ડ ફિલ્મનો ફર્સ્ટ લુક તેના ફેન્સે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. અક્ષયનો આ ફેન યોર્કશાયર ફીલ્ડનો રહેવાસી છે. જ્યારે ફિલ્મનો ક્રૂ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે આ ફેન્સે અક્ષયનો ફોટો ક્લિક કર્યો હતો. જોકે પૂજા એન્ટરટેઈનમેન્ટે ફિલ્મના સેટ પર સુરક્ષાનો કડક બંદોબસ્ત રાખ્યો હતો, પરંતુ અક્ષય કુમારનો આ ફોટો સેટ પરથી લીક થયો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર પ્રોડક્શન કંપનીએ ફિલ્મના શૂટિંગ માટે 100 એકરનો વિસ્તાર કવર કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ યુકેમાં શૂટ થનારી સૌથી મોટી ભારતીય પ્રોડક્શન ફિલ્મ હશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટના અંત સુધી ચાલશે. આ પછી સમગ્ર ક્રૂ અને કાસ્ટ એકસાથે ભારત પરત ફરશે. અક્ષય કુમાર અને પૂજા એન્ટરટેઈનમેન્ટની આ ત્રીજી ફિલ્મ હશે. જોવાનું એ રહેશે કે શું આ પણ બોક્સ ઓફિસ પર પહેલી બે ફિલ્મોની જેમ સફળ થશે.