Viral Video/ OMG-2 થી અક્ષય કુમારનો First Look થયો વાયરલ, જુઓ Video

ફિલ્મ ‘સૂર્યવંશી’ની શાનદાર સફળતા બાદ, અક્ષય કુમાર હવે તેની આગામી ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’નાં શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનો અક્ષયનો લૂક હવે ઈન્ટરનેટ પર વાયરલ થયો છે.

Entertainment
OMG 2

અક્ષય કુમારની ફિલ્મો હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે ફિલ્મ Oh My God 2 (OMG 2) ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી છે. ફિલ્મનાં સેટ પરથી અક્ષય કુમારનો ફસ્ટ લૂક સામે આવ્યો છે. જે તેના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. તેનો લૂક જોઈને ચાહકોને અંદાજ આવી શકે છે કે તેની ફિલ્મ કેટલી શાનદાર હશે.

આ પણ વાંચો – bollywod / અનુષ્કા શર્મા-વિરાટ કોહલી પુત્રી વામિકા સાથે એરપોર્ટ પર જોવા મળ્યા, પહેલીતસવીર સામે આવી

ફિલ્મ ‘સૂર્યવંશી’ની શાનદાર સફળતા બાદ, અક્ષય કુમાર હવે તેની આગામી ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’નાં શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનો અક્ષયનો લૂક હવે ઈન્ટરનેટ પર વાયરલ થયો છે, જેમાં અભિનેતાની સ્ટાઈલ અને લૂક બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યુ છે. હાલમાં જ ફિલ્મનાં સેટ પરથી અક્ષયનો એક વીડિયો લીક થયો છે જેમાં તે એકદમ અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. વાયરલ વીડિયોમાં અક્ષય લાંબા વાળ સાથે જોવા મળ્યો હતો. તેણે પોણી બાંધી હતી અને કુર્તા-પાયજામા પહેર્યા હતા. અક્ષય મુંબઈનાં બાંદ્રા ટર્મિનસમાં પોતાની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. અક્ષયે ગુરુવારે તેની પોતાની ફેન ક્લબ દ્વારા બનાવેલો એક વીડિયો શેર કર્યો હતો જેમાં શંકર મહાદેવન દ્વારા ગાયેલું શિવ તાંડવ સ્તોત્ર પણ સાંભળવા મળ્યુ હતુ. ક્લિપની પ્રશંસા કરતાં, અક્ષયે લખ્યું, “એક ફેન્સ ગ્રુપ દ્વારા આ એડિટ કરવામાં આવેલો વીડિયો પસંદ આવ્યો. હું OMG 2 માટે શૂટ કરવા જઈ રહ્યો હતો. મારા ક્રૂ નમ્રતાથી ભરેલા છે અને તેઓએ બેકગ્રાઉન્ડમાં શિવ તાંડવ સ્તોત્રનો ઉપયોગ કર્યો છે. જબરદસ્ત ઊર્જા. હર હર મહાદેવ.”

આ પણ વાંચો – Bollywood / નજીકના સમયમાં જ આવી રહી છે પ્રતિક ગાંધીની આગામી બોલીવુડ ફિલ્મ, એક્ટ્રેસે શેર કરી સુંદર તસવીર

આપને જણાવી દઈએ કે, અક્ષય કુમારે ફિલ્મ ઓહ માય ગોડનું શૂટિંગ ફરી શરૂ કર્યું છે. તે પછી જ અક્ષયનો ફર્સ્ટ લૂક તેના ફેન્સની સામે આવ્યો છે. આ લૂકમાં અક્ષય કુમારે પોતાના આખા વાળ બાંધ્યા છે. તેમજ વાદળી પાયજામો અને લાંબી ટી-શર્ટ પહેરી હતી. આ સાથે તેણે ગળામાં રુદ્રાક્ષની માળા પણ પહેરી છે. તેની આ તસવીર તેના ફેન્સ ક્લબે શેર કરી છે. આ સાથે તેનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી પણ ‘OMG 2’માં જોવા મળશે. અક્ષયની ફિલ્મ ‘અતરંગી રે’ પણ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ સિવાય તે ‘બચ્ચન પાંડે’, ‘રક્ષાબંધન’, ‘પૃથ્વીરાજ’, ‘રામ સેતુ’ અને ‘મિશન સિન્ડ્રેલા’માં જોવા મળશે.