Bollywood/ આલિયા ભટ્ટને તેના બર્થડે પહેલા મળી આ ગિફ્ટ, જાણો કોણ છે આપનાર વ્યક્તિ?

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ આજકાલ તેની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ’ ને લઈને ખૂબ વ્યસ્ત જોવા મળી રહી છે. તે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ ખૂબ સક્રિય છે. આલિયાનો જન્મદિવસ પણ નજીક આવી રહ્યો છે,

Entertainment
khurkha 17 આલિયા ભટ્ટને તેના બર્થડે પહેલા મળી આ ગિફ્ટ, જાણો કોણ છે આપનાર વ્યક્તિ?

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ આજકાલ તેની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ’ ને લઈને ખૂબ વ્યસ્ત જોવા મળી રહી છે. તે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ ખૂબ સક્રિય છે. આલિયાનો જન્મદિવસ પણ નજીક આવી રહ્યો છે, પરંતુ 15 માર્ચ પહેલા આલિયાને ભેટ મળી છે. બોયફ્રેન્ડ રણબીર કપૂર તરફથી નહીં પરંતુ કોઈ બીજા તરફથી ભેટ મળી છે. જાણવા મળી રહ્યું છે કે આ વ્યક્તિ તેનો ખાસ મિત્ર છે અને બોલિવૂડમાં પણ ખુબ જાણીતો છે. આલિયાએ તેના ગિફ્ટ્સની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Alia Bhatt starrer 'Gangubai Kathiawadi' receives flak, Mumbai's  Kamathipura residents protest against movie

આ બૂમરેંગ વીડિયોને શેર કરતી વખતે આલિયાએ શશાંક માટે ઘણું લખ્યું છે. તેણે લખ્યું- ‘મારા જન્મદિવસની ભેટો વહેલી આવી, આભાર શશી. આલિયાએ આ પોસ્ટમાં શશાંક ખેતાનના સોશિયલ મીડિયાના એકાઉન્ટને પણ ટેગ કર્યો છે.

alia bhatt

વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ આજકાલ તેની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં ખૂબ વ્યસ્ત છે. તાજેતરમાં જ આ ફિલ્મનું બ્લોકબસ્ટર ટ્રેલર રિલીઝ થયું હતું. આ ટ્રેલર માટે આલિયાની પણ પ્રશંસા કરવામાં આવી હતી. સંજય લીલા ભણસાલી આ ફિલ્મમાં આલિયા ભટ્ટ ‘ગંગુબાઈ’ ની ભૂમિકા નિભાવતી નજરે પડશે. આ ફિલ્મ 30 જુલાઈ, 2021 ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે.

Alia Bhatt-starrer Gangubai Kathiawadi in trouble?