examination/ સૌ. યુનિ.ના 21 વિભાગોમાં 15 હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ

વર્તમાનમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ કાળ દરમિયાન રાજ્યભરના શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા યોજવી કે ન ઉજવી તે અંગે ઘણા સમયથી ચર્ચા વિચારણા કરવામાં આવી રહી હતી.

Gujarat Rajkot
sau uni

વર્તમાનમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ કાળ દરમિયાન રાજ્યભરના શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા યોજવી કે ન ઉજવી તે અંગે ઘણા સમયથી ચર્ચા વિચારણા કરવામાં આવી રહી હતી. અંતે આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 81 કેન્દ્ર પર પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં 15019 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે બેઠા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ડિપાર્ટમેન્ટમાં બીએ, બીકોમ, એમ.એ, એમકોમ, એમ.કોમ સેમેસ્ટર 2 સહિતની કુલ 21 પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો હતો.આ પરીક્ષાઓ આગામી 19 ડિસેમ્બર સુધી ચાલશે અને વિદ્યાર્થીઓને સવારે 10 થી બે કલાક પહેલા 12:30 વાગ્યાના સમયે પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપવા આવવાનું રહેશે.આજ રીતે બપોરના સમયે 3 કલાકે શરૂ થનારી પરીક્ષા માટે પણ બે કલાક વહેલો પ્રવેશ આપવાનો હોય આ રીતે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માન્ય રાખવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ વહેલા એ માટે એ આવવાનું રહેશે કારણકે કોરોનાની ગાઈડલાઈનને અનુસરવા માટે વિદ્યાર્થીઓએ માસ્ક પહેરવું ફરજીયાત રહેશે અને હાથ સેનેટાઈઝ કરી પછી જ એન્ટ્રી પ્રાપ્ત થઇ શકશે.જે અંતર્ગત આજે પ્રથમ દિવસે પરીક્ષાનો પ્રારંભ થયો હતો અને વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા આપવા માટે પહોંચી ગયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…