Not Set/ જમ્મુ-કાશ્મીરમાં સોમવારથી તમામ શાળાઓ અને કોલેજો ખુલશે, સરકારી કચેરીઓમાં કામગીરી રાબેતા મુજબ થશે શરૂ

સચિવાલય અને જમ્મુ-કાશ્મીર સરકારની અન્ય કચેરીઓ સોમવારથી કામગીરી શરૂ કરશે, જ્યારે સામાન્ય લોકો પરના પ્રતિબંધોમાં છૂટછાટ જુમમની નમાજ પછીની પરિસ્થિતિ પર નિર્ભર રહેશે. સમાચાર મુજબ રાજ્ય વહીવટીતંત્રે સોમવારથી રાજ્યમાં તમામ શાળા-કોલેજો અને સરકારી કચેરીઓ ખોલવાની સૂચના આપી છે.  તે જ સમયે, સૂત્રોના જણાવ્યા મુજબ સરકારી કચેરી અને સચિવાલય સોમવારથી કામગીરી શરૂ કરશે. રાજભવનના પ્રવક્તાએ જણાવ્યું […]

Top Stories India
j k જમ્મુ-કાશ્મીરમાં સોમવારથી તમામ શાળાઓ અને કોલેજો ખુલશે, સરકારી કચેરીઓમાં કામગીરી રાબેતા મુજબ થશે શરૂ

સચિવાલય અને જમ્મુ-કાશ્મીર સરકારની અન્ય કચેરીઓ સોમવારથી કામગીરી શરૂ કરશે, જ્યારે સામાન્ય લોકો પરના પ્રતિબંધોમાં છૂટછાટ જુમમની નમાજ પછીની પરિસ્થિતિ પર નિર્ભર રહેશે. સમાચાર મુજબ રાજ્ય વહીવટીતંત્રે સોમવારથી રાજ્યમાં તમામ શાળા-કોલેજો અને સરકારી કચેરીઓ ખોલવાની સૂચના આપી છે.  તે જ સમયે, સૂત્રોના જણાવ્યા મુજબ સરકારી કચેરી અને સચિવાલય સોમવારથી કામગીરી શરૂ કરશે. રાજભવનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સરકાર જુમમની નમાજ દરમિયાન પરિસ્થિતિ પર નજર રાખશે અને તેના આધારે સામાન્ય લોકો માટે રાહતનો વિચાર કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કાશ્મીર ખીણમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી અને આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ ન હતી. જમ્મુ-કાશ્મીર પ્રશાસનના મુખ્ય સચિવ રોહિત કંસલે કહ્યું કે સ્વતંત્રતા દિવસની ઉજવણી શાંતિપૂર્ણ હતી અને ખીણમાં કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ નથી.

વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ બડગામ, પુલવામા, અવંતિપોરા, ત્રાલ, ગેન્ડરબલ, કુલગામ, બારામુલ્લા, શોપિયાં, અનંતનાગ અને બાંદીપોરામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું છે કે સશસ્ત્ર દળોની સતત કાર્યવાહીને કારણે આતંકવાદીઓએ હાર સ્વીકારી છે.

જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યા પછી આ પહેલો સ્વતંત્રતા દિવસ છે. ગુરુવારે શ્રીનગરના શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં મલિકે ત્રિરંગો લહેરાવ્યો હતો. ધ્વજવંદન કર્યા પછી, તેમણે અર્ધલશ્કરી દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસની પરેડની દેખરેખ કરી હતી. બાદમાં કાર્યક્રમને સંબોધન કરતાં રાજ્યપાલે કહ્યું કે કેન્દ્રના નિર્ણય પછી લોકોને તેમની ઓળખ અંગે ચિંતા કરવાની જરૂર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.