Not Set/ યુનિ.ના કુલપતિને મસ્જીદમાં થતી ‘અજાન’થી થઇ પરેશાની, લખ્યું –ઊંઘ બગડે છે

યુનિ.ના કુલપતિને મસ્જીદમાં થતી ‘અજાન’થી થઇ પરેશાની, લખ્યું –ઊંઘ બગડે છે

India Trending
1000 old currency 6 યુનિ.ના કુલપતિને મસ્જીદમાં થતી ‘અજાન’થી થઇ પરેશાની, લખ્યું –ઊંઘ બગડે છે

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિનો એક પત્ર હાલમાં ખુબ ચર્ચામાં છે.. પ્રો. સંગીતા શ્રીવાસ્તવે સ્થાનિક ડીએમને પત્ર લખીને ફરિયાદ કરી છે કે મસ્જિદમાં અજાન તેની ઊંઘમાં ખલેલ પહોંચાડે છે, તેથી આ મામલે નક્કર પગલા લેવા જોઈએ. તો જવાબમાં જિલ્લા મેજિસ્ટ્રેટ ભાનુચંદ્ર ગોસ્વામીએ કહ્યું છે કે તેઓ નિયમ મુજબ કાર્યવાહી કરશે.

પ્રોફેસર સંગીતા શ્રીવાસ્તવે પ્રયાગરાજના ડીએમને આ પત્રમાં લખ્યું છે કે, સવારે સાડા પાંચ વાગ્યે મસ્જિદમાં અજાન થાય છે. અને તેવા સંજોગોમાં લાઉડસ્પીકરનો અવાજ તેમની ઊંઘમાં ખલેલ પહોચાડે છે. કુલપતિએ ફરિયાદ કરી છે કે અજાનને લીધે ઊંઘ બગડે છે અને પછી ઊંઘ આવતી નથી. જેના કારણે આખો દિવસ માથાનો દુખાવો રહે છે અને તેના કામકાજ પર પણ અસર પડે છે. આ પત્ર આ મહિને 3 માર્ચે લખવામાં આવ્યો છે.

अजान को लेकर कुलपति ने लिखी है चिट्ठी (सांकेतिक तस्वीर)

સુન્ની ધાર્મિક નેતાએ અજાનઅંગે કુલપતિના વલણની નિંદા કરી

એશબાગ ઈદગાહના જાણીતા સુન્ની ધર્મગુરુ અને ઇમામ મૌલાના ખાલીદ રશીદ ફિરંગી મહાલીએ અલ્હાબાદ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર સંગીતા શ્રીવાસ્તવની આકરી નિંદા કરી છે. એક વીડિયો સંદેશમાં મૌલવીએ કહ્યું કે સંગીતા શ્રીવાસ્તવને આ પ્રદેશની ‘ગંગા-જમુની’તેહઝિબ વિશે જાણ હોવી જ જોઈએ. જે વિવિધ ધર્મોના શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ પર ભાર મૂકે છે.

તેમણે કહ્યું, “લોકો અનાદિકાળથી એકબીજાના ધર્મોનો આદર કરે છે. ‘અજાન’નો અવાજ ઘણી વાર મંદિરોમાંથી આવતા ભજનના અવાજ સાથે જ આવે છે. અને કોઈએ ક્યારેય નથી કહ્યું કે તેમની ઊંઘ બગડે છે. આ મુદ્દે પહેલાથી જ હાઈકોર્ટનો એક ઓર્ડર છે, જેનું પાલન તમામ મસ્જિદો દ્વારા કરવામાં આવે છે. “

તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ આવા મુદ્દાઓને અવગણશે અને આવી બાબતોમાં અન્ય લોકોને ગેરમાર્ગે દોરે નહીં.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ