Bollywood/ અલ્લુ અર્જુનની ‘પુષ્પાઃ ધ રાઇઝ’ એ બોક્સ ઓફિસ પર કર્યો કમાલ, 300 કરોડ ક્લબમાં કરી Entry

સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ‘પુષ્પાઃ ધ રાઇઝ’ અત્યારે લોકોનાં હ્રદયમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે. દિગ્દર્શક સુકુમારની ફિલ્મ દક્ષિણ ભારતીય ભાષાઓ સિવાય હિન્દી સંસ્કરણમાં મજબૂત પકડ જાળવી રહી છે.

Entertainment
પુષ્પાઃ ધ રાઇઝ

સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ‘પુષ્પાઃ ધ રાઇઝ’ અત્યારે લોકોનાં હ્રદયમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે. દિગ્દર્શક સુકુમારની ફિલ્મ દક્ષિણ ભારતીય ભાષાઓ સિવાય હિન્દી સંસ્કરણમાં મજબૂત પકડ જાળવી રહી છે. ફિલ્મ તેના ત્રીજા સપ્તાહમાં જે રીતે પ્રદર્શન કરી રહી છે તે જોઈને દરેકને આશ્ચર્ય થઇ રહ્યો છે.

આ પણ વાંચો – TELLYWOOD NEWS / લોકપ્રિય શો અનુપમામાં જાણો કેવો રીતે મળ્યો રૂપાલી ગાંગુલીને અનુપમાનો મુખ્ય રોલ

વિવેચકો સહમત છે કે ‘પુષ્પા’એ બોક્સ ઓફિસ પર કમાલ કરી બતાવ્યો છે જે પહેલા ક્યારેય થયુ નથી. શનિવારે, ફિલ્મે તેનું સૌથી વધુ સિંગલ ડે કલેક્શન તોડ્યું અને સૌથી વધુ 6.10 કરોડનું કલેક્શન કર્યું. ત્યારબાદ જ તેને રવિવારની રજાનો લાભ પણ મળશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ટ્વીટ કર્યું કે, ‘પુષ્પાએ ત્રીજા વીકએન્ડમાં જે પ્રકારની તેજી કરી છે તે અલ્લુ અર્જુનનાં સ્ટાર્ડમને દર્શાવે છે. 17 માં દિવસે રવિવારે દેશભરમાં વધુ શો ઉમેરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં ફિલ્મનું કલેક્શન વધુ થવાની આશા છે. આ ફિલ્મ ટૂંક સમયમાં હિન્દી વર્ઝનમાં 75 કરોડની કમાણી કરશે. ફિલ્મનાં વર્લ્ડવાઈડ કલેક્શન પર નજર કરીએ તો તે 300 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. હિન્દીમાં મળી રહેલી સફળતા પર અલ્લુ અર્જુને કહ્યું, ‘સાચું કહું તો અમને આની અપેક્ષા નહોતી.’ તેણે આગળ કહ્યું, ‘અમે તેને હિન્દીમાં રિલીઝ કરી રહ્યા હતા જેથી તેનું ટેસ્ટ થઈ શકે પરંતુ મને ખુશી છે કે તેણે આટલી સારી કમાણી કરી છે.’

આ પણ વાંચો – વિધાનસભા ચૂંટણી / મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મથુરાથી ઉમેદવાર બનાવવા માટે માગ,ભાજપના સાંસદે જે.પી.નડ્ડાને લખ્યો પત્ર

અલ્લુ અર્જુન કહે છે કે, ‘અમે અલગ-અલગ શૈલીમાં ફિલ્મો બનાવીએ છીએ – ગીતો, મારામારી, ડ્રામા, લવ સ્ટોરી અને કોમેડી. ભારતીય ફિલ્મો આવી છે. જો તમે વેસ્ટર્ન ફિલ્મો પર નજર નાખો તો તે માત્ર એક કે બે શૈલી પર જ બને છે. હોરર-કોમેડી હોય, થ્રિલર હોય કે એક્શન હોય, પરંતુ આપણી પાસે વિવિધ પ્રકારની ફિલ્મો છે. આ ફોર્મેટનાં કારણે જ અમને સફળતા મળી છે.