સુરત/ અલથાણ પોલીસે દારૂની 4,308 બોટલો સાથે 2 આરોપીની કરી ધરપકડ

અલથાણ પોલીસે બાતમીના આધારે સરસાણા નજીક આવેલા એન.કે. ફાર્મ પાસે ખુલી જગ્યા માંથી દારૂ ભરેલી કાર અને બે આરોપીની ધરપકડ કરી છે.

Gujarat Surat
દારૂની

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવાની વાત સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ આ કાયદાના લીરેલીરા ઉડતા હોય તેવા કિસ્સાઓ અવારનવાર સામે આવે છે. ત્યારે ઉતરાયણ પહેલા અલથાણ પોલીસ દ્વારા દારૂની 4,308 બોટલો સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ઉતરાયણના તહેવાર પહેલા સુરતની અલથાણ પોલીસને દારૂનો મુદ્દામાલ પકડવામાં મોટી સફળતા મળી છે. અલથાણ પોલીસે બાતમીના આધારે સરસાણા નજીક આવેલા એન.કે. ફાર્મ પાસે ખુલી જગ્યા માંથી દારૂ ભરેલી કાર અને બે આરોપીની ધરપકડ કરી છે.

અલથાણ પોલીસ દ્વારા કારમાંથી જપ્ત કરવામાં આવેલા દારૂના મુદ્દામાલની ગણતરી કરતા કારની અંદરથી 4,308 દારૂની બોટલ મળી આવી હતી. આ દારૂના મુદ્દામાલની કિંમત 7,44,300 થવા પામે છે. પોલીસ દ્વારા દારૂના મુદ્દામાલ સાથે સંદીપ અને મિહિર નામના બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

હાલ પોલીસે દારૂ અને કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને બંને આરોપીની પૂછપરછ શરૂ કરી છે કે, તેઓ કેટલા સમયથી આ જ રીતે દારૂનું વેપલો કરતા હતા, દારૂ કોની પાસેથી લાવ્યા હતા અને આ દારૂનો મુદ્દામાલ તેઓ કોને આપવા જવાના હતા. આરોપીઓની પૂછપરછમાં કોઈ નવા ખુલાસાઓ થાય તો નવાઈ નહીં.

આ પણ વાંચો:કાપોદ્રા વિસ્તારમાં બોગસ GST અધિકારીઓનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે 3 ઇસમોની કરી ધરપકડ

આ પણ વાંચો:જાહેરમાં બિયર પીને જન્મદિવસની ઉજવણી, નાના બાળકો પણ પાર્ટીમાં હતા હાજર

આ પણ વાંચો:પારડી પોલીસને મળી મોટી સફળતા, 33 લાખથી વધુનો મુદ્દા માલ સહિત દારૂ ભરેલ કન્ટેનર ઝડપ્યું