Not Set/ અંબાજીમાં ગબ્બર જનારાઓ માટે રોમાંચક, સાહસથી ભરપૂર બની જશે, અંબાજીમાં બનશે દેશનો પહેલો સ્કાયવોક

અંબાજી, દેશનો સૌથી લાંબો અને ઊંચો પુલ, એ પણ કાચનો. ચીન, જર્મનીમાં જોવા મળતો આવો અદભૂત નજારો હવે આગામી દિવસોમાં હકીકતમાં જોવા મળી શકશે. ગુજરાતના શક્તિપીઠ અંબાજી યાત્રા ધામમાં આવેલ ગબ્બર પર્વત પર પહોંચવા માટે સ્કાય વોક, કાચનો પુલ બનાવવામાં આવનાર છે. અરવલ્લીની પહાડીઓની વચ્ચે સ્કાય વોક નિર્માણ માટે વાઈબ્રન્ટ સમિટમાં એમઓયુ કરવામાં આવ્યા હતા. […]

Top Stories Gujarat Others
mantavya 388 અંબાજીમાં ગબ્બર જનારાઓ માટે રોમાંચક, સાહસથી ભરપૂર બની જશે, અંબાજીમાં બનશે દેશનો પહેલો સ્કાયવોક

અંબાજી,

દેશનો સૌથી લાંબો અને ઊંચો પુલ, એ પણ કાચનો. ચીન, જર્મનીમાં જોવા મળતો આવો અદભૂત નજારો હવે આગામી દિવસોમાં હકીકતમાં જોવા મળી શકશે. ગુજરાતના શક્તિપીઠ અંબાજી યાત્રા ધામમાં આવેલ ગબ્બર પર્વત પર પહોંચવા માટે સ્કાય વોક, કાચનો પુલ બનાવવામાં આવનાર છે. અરવલ્લીની પહાડીઓની વચ્ચે સ્કાય વોક નિર્માણ માટે વાઈબ્રન્ટ સમિટમાં એમઓયુ કરવામાં આવ્યા હતા.

mantavya 389 અંબાજીમાં ગબ્બર જનારાઓ માટે રોમાંચક, સાહસથી ભરપૂર બની જશે, અંબાજીમાં બનશે દેશનો પહેલો સ્કાયવોક

અંબાજી ગબ્બર પર સ્કાય વોક માટે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એમઓયુ કરાયા છે. ભારતમાં પહેલીવાર આ પ્રકારે સ્કાય વોક બનશે. 150 કરોડના ખર્ચે દેશનો પ્રથમ સ્કાય વોક તૈયાર કરવામાં આવશે. આ માટે એક ખાનગી કંપની સાથે એમઓયુ કરાયા છે. આ સ્કાય વોક યુ આકારનો હશે, જેના માટે પહેલા સરવે કરવામાં આવશે.

આ સ્કાયવોક બની જવાથી અંબાજીમાં ગબ્બર જનારાઓ રોમાંચક, સાહસથી ભરપૂર બની જશે. અનેક શ્રદ્ધાળુઓ આ સ્કાય વોકનો નજારો માણી સકશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ ગુજરાતમાં શ્રદ્ધાળુઓ માટે આ બીજુ આકર્ષણ ઉભુ થવાનું છે.

પવિત્ર યાત્રાધામ ના સચિવ કિરીટ અધવર્યું એ જણાવ્યુ હતુ કે ગુજરાત ના યાત્રાધામો ના વિકાસ અને વધુ સુવિધાઓ ઉભી કરવા માટે કુલ 21 mou કરાયા છે..ભરૂચ પાસે આવેલ પોયચા ખાતે એક sunskardham બંધાશે.. જેમાં 300 લોકો ને રોજગારી પણ મળશે

આ ઉપરાંત મુખ્ય યાત્રાધામ દ્વારકા, અંબાજી સોમનાથ, પાવાગઢ જેવા સ્થળોએ થ્રી અને ફોર સ્ટાર હોટલોનુ નિર્માણ કરાશે.

કચ્છમાં વિરાયતના સંસ્થા જૈન સમાજનુ અને કેવડીયા ખાતે પોઈચા જેવુ સ્વામિનારાયણ ધામ અને હોટલના એમ ઓ યુ કરાયા છે