gujarat weather rain/ અંબાલાલ પટેલે અતિભારે વરસાદની કરી આગાહી

ગુજરાતમાં આજથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે…….

Top Stories Gujarat
Image 2024 06 23T113445.790 અંબાલાલ પટેલે અતિભારે વરસાદની કરી આગાહી

Gujarat Weather News: ગુજરાતમાં આજથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા વરસશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજે એટલે કે 23 જૂનથી વરસાદનું આગમન થશે તેવી આગાહી કરી છે. 28થી 30 જુન વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

આજે 23 જૂન દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલીમાં વરસાદ પડવાનું અનુમાન કરવામાં આવ્યું છે.

તાપી જિલ્લામાં રાત્રે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જિલ્લાના છેવાડે નિઝરમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. કુકરમુંડામાં 3 ઇંચ,  સોનગઢમાં 1 ઇંચથી વધુ વરસાદ, વ્યારામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદથી ખેડૂતોમાં પણ આનંદની લહેર દોડી ગઈ છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો: અમદાવાદ ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, 160 વિરૂદ્ધ ગુનો નોંધાયો

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે પોલિયો અભિયાનનો કરાવ્યો પ્રારંભ

આ પણ વાંચો: વર્ષાને લઈ અંબાલાલ પટેલે કરી આગાહી, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ