હવામાન વિભાગની આગાહી/ અંબાલાલ પટેલે કરી આગાહી,ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં પડશે તોફાની વરસાદ

અમદાવાદ ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ પડશે . બંગાળના ઉપસાગરમાં થયેલી ઉથલપાથલ ની અસર મધ્ય ગુજરાતમાં જોવા મળશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. આપણે જણાવી દઈએ કે અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારોમાં ગાજવીજ અને તોફાન સાથે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી […]

Gujarat
વરસાદ

અમદાવાદ ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ પડશે . બંગાળના ઉપસાગરમાં થયેલી ઉથલપાથલ ની અસર મધ્ય ગુજરાતમાં જોવા મળશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે.

આપણે જણાવી દઈએ કે અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારોમાં ગાજવીજ અને તોફાન સાથે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે . ઉપરાંત વરસાદ અંગેની પ્રતિક્રિયામાં અંબાલાલ પટેલે સ્પષ્ટતા કરી છે કે બંગાળના ઉપસાગરમાં થયેલા હળવા દબાણથી સાયક્લોન રચાયું છે.

જેના કારણે વાવાઝોડાની અસર પશ્ચિમ કાંઠે જોવા મળશે. પરિણામે મધ્ય ગુજરાત અને ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જયારે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગરમાં પણ આજે હળવા થી ભારે વરસાદી શક્યતાઓ વ્યક્ત કરી છે . સાથે સાથે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભરૂચ વિસ્તારમાં પણ વરસાદ પડવાની સંભાવનાઓ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારાવ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:અમદાવાદમાં કારચાલકો બેફામઃ વસ્ત્રાલ રિંગરોડ પર માતા-પુત્રી કચડાયા

આ પણ વાંચો:વિદ્યુત સહાયક કૌંભાડમાં જૂનાગઢનો નારણ મારૂ ઝડપાયો,વાંચો કેવી રીતે સંબંધીઓને પરીક્ષા પાસ કરાવતો

આ પણ વાંચો:આ બ્રિજ પરથી પસાર થાવ તો ટુ વ્હીલર લઈને જ નીકળજો

આ પણ વાંચો:નવી શિક્ષણ નીતિના કારણે ધોરણ 1માં વિદ્યાર્થીઓના એડમિશનની સંખ્યા ઘટી

આ પણ વાંચો:સસરાએ દીકરીના છૂટાછેડા માટે માગ્યા 50 લાખ અને ફ્લેટ, જમાઈએ ના પાડતા સસરાએ સળગાવ્યું ઘર