somnath temple/ મુકેશ અંબાણીએ મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં આટલા કરોડનું કર્યું દાન

દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ મુકેશભાઈ અંબાણી અને તેમના પુત્ર આકાશભાઈ અંબાણીએ મહાશિવરાત્રી પર્વ પર સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન કર્યા.

Top Stories Gujarat Others
સોમનાથ મંદિરમાં

મહાશિવરાત્રીના પાવન પર્વ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશભાઈ અંબાણી તેમજ તેમના પુત્ર અને રિલાયન્સ jio ના ચેરમેન આકાશભાઈ અંબાણી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે લહેરી અને ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Untitled 76 2 મુકેશ અંબાણીએ મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં આટલા કરોડનું કર્યું દાન

મુકેશભાઈ અંબાણી અને આકાશભાઈ અંબાણીએ સોમનાથ મંદિરમાં મહાદેવના દર્શન કર્યા હતા. સાથે તેઓએ જળાભિષેક કરી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી પણ અર્પણ કરી હતી. સોમનાથ ટ્રસ્ટના પૂજારી દ્વારા તેઓનું ચંદન અને ઉપવસ્ત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

Untitled 76 3 મુકેશ અંબાણીએ મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં આટલા કરોડનું કર્યું દાન

આ તકે મુકેશભાઈ અંબાણીએ સોમનાથ મંદિરમાં મહાદેવની મહાપૂજા, સોમેશ્વર પૂજા, ધ્વજા પૂજાના સંકલ્પ કરી પૂજામાં ભાગ લીધો હતો. તેમજ મુકેશભાઈ અંબાણી દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટને 1.51 કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું.

Untitled 76 4 મુકેશ અંબાણીએ મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં આટલા કરોડનું કર્યું દાન

આ પણ વાંચો:પોરબંદરમાં 200 વર્ષ જૂના ભોજેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગને કરવામાં આવ્યો સોનાના ઘરણાનો શણગાર

આ પણ વાંચો:સહસ્ત્રલિંગધારી શિવજી તરીકે ખ્યાતનામ છે કંટાળેશ્વર હનુમાનજી ધામમાં બિરાજતી શિવજીની પ્રતિમા

આ પણ વાંચો:ગુજરાતમાં ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી

આ પણ વાંચો:સુરતમાં માતા સાથે રસ્તો ઓળંગી રહેલ બાળકને સ્કૂલ બસે લીધો અડફેટે, થયું મોત