Not Set/ US જવા પતિ એરપોર્ટ પર રાહ જોતો રહ્યો, પત્ની અમેરિકા ભાગી ગઈ

શહેરમાં પતિ સાથે પત્નીની ઠગાઇનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્ની પતિનાં અભ્યાસનાં તમામ સર્ટિફિકેટો, પાસપોર્ટ, પીઆર કાર્ડ, લેપટોપ લઇને વિશ્વાસઘાત કરીને અમેરિકા ભાગી ગઈ છે. જે પછી ફોન પણ ઉપાડતી નથી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે અમદાવાદનાં યુવકના અમદાવાદની જ […]

Ahmedabad Gujarat
ahd fraud wife US જવા પતિ એરપોર્ટ પર રાહ જોતો રહ્યો, પત્ની અમેરિકા ભાગી ગઈ
શહેરમાં પતિ સાથે પત્નીની ઠગાઇનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્ની પતિનાં અભ્યાસનાં તમામ સર્ટિફિકેટો, પાસપોર્ટ, પીઆર કાર્ડ, લેપટોપ લઇને વિશ્વાસઘાત કરીને અમેરિકા ભાગી ગઈ છે. જે પછી ફોન પણ ઉપાડતી નથી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે અમદાવાદનાં યુવકના અમદાવાદની જ પરંતુ અમેરિકાનાં જ્યોર્જિયામાં રહેતી યુવતી સાથે 2017માં કોર્ટ મેરેજ અને વર્ષ 2018નાં ફેબ્રુઆરી મહિનામાં વિધી પ્રમાણે લગ્ન થયા હતાં. જે પછી પતિ પોતાના ખર્ચે અમેરિકાનાં જ્યોર્જિયામાં જ્યાં પત્ની રહેતી હતી ત્યાં તે પણ સ્થાયી થવાનો હતો.

આ પછી તે પત્નીનાં પરિવાર સાથે જ રહેતો હતો. યુવકનો આરોપ છે કે, આ લોકો મને ઘર જમાઇ તરીકે રાખતા હતાં અને મારો પગાર પણ તેમના જ બેંક ખાતામાં જમા કરતા હતાં. થોડા દિવસ પહેલા યુવકનાં શાળાનાં લગ્ન હોવાથી તેઓ અમદાવાદ આવ્યાં હતાં.

જ્યારે લગ્ન પતાવીને તેઓ અમેરિકા જવા રવાના થયા ત્યારે પત્ની, તેના માતા, પિતા, ભાઇ અને આ યુવકની ફ્લાઇટની ટિકિટ પત્ની પાસે જ હતાં. આ ઉપરાંત પતિનાં અભ્યાસનાં સર્ટિફિકેટ, પાસપોર્ટ, પીઆર કાર્ડ અને લેપટોપ પત્ની પાસે જ હતી. પત્ની તેના માતા પિતા સાથે જ્યારે પતિ તેના માતા પિતા સાથે અલગ અલગ કારમાં એરપોર્ટ જવા નીકળ્યાં હતાં. પરંતુ પતિએ ત્યાં જઇને જોયુ તો પત્ની અને તેનો પરિવાર ત્યાં હાજર ન હતાં. જે પછી પતિનો ફોન પણ ચાર જણમાંથી કોઇ ઉપાડતા ન હતાં. તેથી આ ઠગાઇની ફરિયાદ યુવાને નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.