Biden-Israel/ ઈઝરાયલની જ સૈન્ય ટૂકડી પર એક્શન લેવા જઈ રહ્યું છે અમેરિકા

બેન્જામીન મેતન્યાહૂનો ગુસ્સો સાતમા આસમાને

Top Stories World
Beginners guide to 2024 04 21T211403.850 ઈઝરાયલની જ સૈન્ય ટૂકડી પર એક્શન લેવા જઈ રહ્યું છે અમેરિકા

World News : ઈઝરાયલ અને અમેરિકાની મિત્રતા બહુ જૂની છે. પરંતુ બાઈડેન પ્રશાસન યહૂદી દેશની એક સૈન્ય ટૂકડી પર પ્રતિબંધ લગાવવાનું વિચારી રહી છે. પહેલીવાર અમેરિકા ઈઝરાયલ વિરૂધ્ધ આ કાર્યવાહી કરી રહ્યું છે.

એક્સિયસના રિપોર્ટ મુજબ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન જલ્દીથી ઈઝરાયલી સૈન્ય ટૂકડી નેત્જાહ યેહુદા પર પ્રતિબંધનું એલાન કરી શકે છે. આ સૈન્ય ટૂકડી પર વેસ્ટ બેન્કમાં માનવઅધિકાર ઉંલ્લંઘનનો આરોપ છે. હવે અમેરિકા આ ટૂકડીને તાલીમ નહી આપે, એવું કહેવાય છે.

હવે આ ટૂકડી અમેરિકાના શસ્ત્રોનો ઉપયોગ નહી કરી શકે. 1977માં અમેરિકાના સેનેટર પેટ્રિક લિયાહીએ એક કાનૂનનું પ્રારૂપ બનાવ્યું હતું. જેમાં જો કોઈ સેન્ય અથવા પોલીસ ટૂકડી પર માનવઅધિકાર ઉંલ્લંઘનનો આરોપ લાગે તો તેને અમેરિકાની સેના ટ્રેનિંગ કે હથિયાર આપતી નથી.

નેતન્યાહૂએ કહ્યું કે આવા સમયે જ્યારે અમારા જવાન આતંકવાદીઓ સામે જંગ લડી રહ્યા છે તેવામાં ઈઝરાયલી સેનાની ટૂંકડી વિરૂધ્ધ એક્શન લેવા નૈતિકતાની વિરૂદ્ધ છે. અમારી સરકાર આ રીતના પગલાની વિરૂધ્ધ દરેક રીતે ઉભી રહેશે. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે આઈડીએફની અન્ય ટૂકડીઓ અને પોલીસ વિરૂધ્ધ પણ અમેરિકાએ તપાસ કરાવી હતી. જેની પર કોઈ કાર્યવાહી નહી કરાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પત્નીએ જ નિંદ્રાધીન પતિને છત પરથી ફેંકી દીધો અને પછી જઈને સૂઈ ગઈ….

આ પણ વાંચો:‘રેલવે મુસાફરી બની સજા’, રાહુલ ગાંધીએ ટ્રેનમાં ભીડનો વીડિયો શેર કરીને પીએમ મોદી પર કર્યો પ્રહાર

આ પણ વાંચો:અમે ઈલેકટોરલ બોન્ડ ફરીથી લાવીશું – નાણાં મંત્રી

આ પણ વાંચો:બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારનો લાલુ પરિવાર પર આકરો કટાક્ષ