Not Set/ અમેરીકામાં ફરી સામે આવી જાહેરમાં અંધાધૂધ ફાયરીંગની ઘટના, 20 ઘાયલ

અમેરીકામાં ફરી ગન કલ્ચરે લોકોને છલ્લી કર્યા હોવાની ઘટના સામે આવી છે. જી હા, ફરી અમેરીકામાં લોકો વચ્ચે જાહેર સ્થળ પર અંધાધૂંધ ફાંયરીગ કરવાની ઘટનાઓ નવી નથી અને દર વર્ષે અમેરીકામાં આ પ્રકારના હુમલા અને ઘટનામાં અનેક લોકો મૃત્યુ પામતા હોય છે. ત્યારે ફરી અમેરિકાનાં શિકાગો અને બાલ્ટીમોરમાં ફાયરીંગની ઘટના સામે આવી છે. અમેરીકાનાં બે અલગ […]

World
america અમેરીકામાં ફરી સામે આવી જાહેરમાં અંધાધૂધ ફાયરીંગની ઘટના, 20 ઘાયલ

અમેરીકામાં ફરી ગન કલ્ચરે લોકોને છલ્લી કર્યા હોવાની ઘટના સામે આવી છે. જી હા, ફરી અમેરીકામાં લોકો વચ્ચે જાહેર સ્થળ પર અંધાધૂંધ ફાંયરીગ કરવાની ઘટનાઓ નવી નથી અને દર વર્ષે અમેરીકામાં આ પ્રકારના હુમલા અને ઘટનામાં અનેક લોકો મૃત્યુ પામતા હોય છે. ત્યારે ફરી અમેરિકાનાં શિકાગો અને બાલ્ટીમોરમાં ફાયરીંગની ઘટના સામે આવી છે. અમેરીકાનાં બે અલગ અલગ શહેરોમાં એક જ દિવસે બનેલી ફાયરીંગ ઘટનામાં કુલ 20 લોકો ઘાયલ થયે છે. તો ઘયલ લોકોમાં 4 લોકો અતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાનું સામે આવી રહ્યું છે. આ 4 ગંભીર રીતે ઘવાયેલા લોકોમાં 3 કિશોરોનો સમાવેશ થાય છે.

અમેરીકાનાં શિકાગોમાં અજાણા વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા અંધાધૂધ ગોળીબારમાં 13 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, તો બાલ્ટીમોરમાં પણ આવી જ અંધાધૂધ ફાયરીંગની ઘટનામાં 7 લોકોને પહોંચી ઇજા પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને તુરંતમાં સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. અમેરીકી પોલીસ દ્વારા આ મામલે થોડા સમયમાં જ વધુ મહિતી જાહેર કરવામાં આવશે. પોલીસ દ્વારા હાલ હુમલાવર અને હુમલાના કારણને પ્રાથમિકતા આપી આ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.