America/ ઈઝરાયલ સામે જંગમાં હમાસનો સાથ આપી રહેલા ઈરાનને અમેરિકાએ આપ્યો ઝટકો!

અમેરિકાએ ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન કાર્યક્રમોનો સામનો કરવા માટે નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે.

Top Stories World
YouTube Thumbnail 2023 10 19T082950.353 ઈઝરાયલ સામે જંગમાં હમાસનો સાથ આપી રહેલા ઈરાનને અમેરિકાએ આપ્યો ઝટકો!

ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકાએ ઈરાન વિરુદ્ધ મોટું પગલું ભર્યું છે. અમેરિકાએ ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન કાર્યક્રમોનો સામનો કરવા માટે નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે.

અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધો લગાવ્યા

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે ઈરાનની બેલેસ્ટિક મિસાઈલ અને UAV કાર્યક્રમોનો સામનો કરવા માટે અમેરિકા આજે નવા પ્રતિબંધો લાદી રહ્યું છે.

નોંધનીય છે કે, અમેરિકાએ ઈરાન પર એવા સમયે પ્રતિબંધ લગાવ્યો છે જ્યારે ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન પ્રોગ્રામ પર 2015માં સુરક્ષા પરિષદ દ્વારા લગાવવામાં આવેલ પ્રતિબંધ ખતમ થવા જઈ રહ્યો છે. જો કે તે પહેલા જ અમેરિકાએ ઈરાન પર નવા પ્રતિબંધોની જાહેરાત કરી હતી.

બ્રિટન, ફ્રાન્સ અને જર્મની પહેલાથી જ જાહેરાત કરી ચૂક્યા છે

અગાઉ યુરોપિયન દેશોએ ગયા મહિને સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ ઈરાન પર મિસાઈલ અને પરમાણુ પ્રતિબંધો જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, એક સંયુક્ત નિવેદનમાં તેઓએ કહ્યું હતું કે તેઓ ડીલનું પાલન ન કરવા બદલ ઈરાન પરના તેમના પ્રતિબંધોને જાળવી રાખશે.


whatsapp ad White Font big size 2 4 ઈઝરાયલ સામે જંગમાં હમાસનો સાથ આપી રહેલા ઈરાનને અમેરિકાએ આપ્યો ઝટકો!


આ પણ વાંચો: Wipro Results/ Wiproની પાંચ કંપનીઓનું થશે મર્જર, કેટલો વધશે કંપનીનો નેટ પ્રોફિટ?

આ પણ વાંચો: Navratri/ નવરાત્રીમાં સમય કાઢીને આ નાનું કામ કરો, ચારેય બાજુથી ધન-દોલતની થશે વર્ષા

આ પણ વાંચો: નવરાત્રી 2023/ પાંચમો દિવસે કરો “માઁ સ્કંદમાતા”ની પૂજા, મળશે સંતાન પ્રાપ્તીનું સુખ