Kamala Harris/ માંડ માંડ બચ્યા અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ, ખતરનાક વાવાઝોડામાં ફસાયું પ્લેન અને પછી…

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું વિમાન ખતરનાક વાવાઝોડામાં ફસાઈ ગયું. જોકે એ તો સારું થયું કે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને કંઈ થયું નથી. મોટી દુર્ઘટના ટળી હતી.

Top Stories World
કમલા હેરિસ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું વિમાન ખતરનાક વાવાઝોડામાં ફસાઈ ગયું. જોકે એ તો સારું થયું કે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને કંઈ થયું નથી. મોટી દુર્ઘટના ટળી હતી. ખતરનાક વાવાઝોડામાં ફસાયા બાદ પ્લેનને વોશિંગ્ટન વિસ્તારના એરપોર્ટ તરફ વાળવાની ફરજ પડી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે હેરિસ જ્યોર્જિયાના પ્રવાસેથી પરત ફરી રહ્યા હતા.

યુએસ વાઇસ પ્રેસિડેન્ટના પ્રેસ સેક્રેટરી કર્સ્ટન એલને એક નિવેદનમાં જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે ખરાબ હવામાનને કારણે પ્લેન જીએ એરફોર્સ 2ને જોઈન્ટ બેઝ એન્ડ્રુઝથી ડ્યુલ્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું હતું. APએ અહેવાલ આપ્યો છે કે, પ્લેનને વિન્ડ શીયરનો સામનો કરવો પડ્યો હતો, આ બાબતથી પરિચિત વ્યક્તિએ તેની ચર્ચા કરવા માટે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. જેના કારણે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. જોકે કોઈને ઈજા થઈ ન હતી.

મોટી દુર્ઘટના ટળી હતી

વિમાનમાંથી ઉતર્યા બાદ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યું, ‘હું ઠીક છું, અમે બધા સુરક્ષિત છીએ.’ નોંધનીય છે કે વિન્ડ શીયર એટલે પવનની દિશામાં અથવા ગતિમાં અચાનક ફેરફાર જે ટેક-ઓફ અને લેન્ડિંગ દરમિયાન ખતરનાક બની શકે છે. આ પહેલા વર્ષ 2021માં કમલા હેરિસના પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે પ્લેનને મેરીલેન્ડના જોઈન્ટ બેઝ એન્ડ્ર્યુ પરત ફરવું પડ્યું હતું. જો કે, તે પછી પણ તેની સુરક્ષા માટે કોઈ મોટો ખતરો નહોતો.

ટ્રમ્પે હેરિસની પ્રશંસા કરી છે

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. દરમિયાન રાજકીય માહોલ ગરમાયો છે. તાજેતરમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસની પ્રશંસા કરી હતી. ટ્રમ્પે એક રેડિયો કાર્યક્રમમાં કહ્યું કે હેરિસ તેમના બોસ જો બિડેન કરતાં વધુ સારા રાષ્ટ્રપતિ સાબિત થશે. તેમણે કહ્યું કે અમેરિકાના ઈતિહાસમાં બિડેનથી ખરાબ કોઈ રાષ્ટ્રપતિ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉતરાયણના પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો યુવતીનો ભોગ

આ પણ વાંચો:વાઈબ્રન્ટ સમિટ પહેલા પીએમ મોદી તેમની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતમાં ટ્રેડ શોનું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમ