ટિપ્પણી/ અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીયો પર અમેરિકન પ્રોફેસરની અભદ્ર ટિપ્પણી, બ્રાહ્મણ મહિલાઓ પણ નિશાના પર

અમેરિકાની યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના પ્રોફેસરના એક વાંધાજનક નિવેદનથી સોશિયલ મીડિયા પર મોટો વિવાદ સર્જાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ઈન્ટરવ્યુ દરમિયાન તેણે અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીયોને નિશાન બનાવ્યા છે અને બ્રાહ્મણ મહિલાઓ પ્રત્યે વાંધાજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો છે

Top Stories India
12 12 અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીયો પર અમેરિકન પ્રોફેસરની અભદ્ર ટિપ્પણી, બ્રાહ્મણ મહિલાઓ પણ નિશાના પર

અમેરિકાની યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના પ્રોફેસરના એક વાંધાજનક નિવેદનથી સોશિયલ મીડિયા પર મોટો વિવાદ સર્જાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ઈન્ટરવ્યુ દરમિયાન તેણે અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીયોને નિશાન બનાવ્યા છે અને બ્રાહ્મણ મહિલાઓ પ્રત્યે વાંધાજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો છે. આ ટિપ્પણીઓને કારણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. મોટાભાગના લોકોએ નિવેદનની ટીકા કરી છે.

પ્રોફેસર અને જાણીતા વકીલ એમી  વેક્સે 8 એપ્રિલે અમેરિકન ટીવી ચેનલ ફોક્સ ન્યૂઝને આ ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ ઈન્ટરવ્યુની ક્લિપ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આમાં, પ્રોફેસર વેક્સ કહે છે કે પશ્ચિમી લોકો સામે બિન-પશ્ચિમના લોકોમાં ભારે રોષ અને શરમ છે અને તેનું કારણ ‘પશ્ચિમીઓની ઉત્તમ સિદ્ધિઓ અને ભવ્ય યોગદાન છે.’

પ્રોફેસર એમી વેક્સે ઇન્ટરવ્યુ દરમિયાન એશિયન, સાઉથ એશિયન અને ભારતીય ડોક્ટરોની પણ ટીકા કરી છે. પ્રોફેસરના કહેવા પ્રમાણે, તેઓ જાતિવાદ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનમાં આગેવાની લઈ રહ્યા છે અને અમેરિકાની ટીકા કરે છે કે જાણે અમેરિકા કોઈ જાતિવાદી સ્થળ હોય.

યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના પ્રોફેસર અહીંથી અટકતા નથી, તેમણે બ્રાહ્મણ પરિવાર પર નિશાન સાધતા કહ્યું કે ભારતીય મહિલાઓ અમેરિકામાં સારું શિક્ષણ મેળવીને સફળતા મેળવે છે પરંતુ પછી અમેરિકાની ટીકા કરે છે અને અમેરિકા પર જાતિવાદનો આરોપ લગાવે છે. પ્રોફેસરના જણાવ્યા મુજબ, “સમસ્યા એ છે કે તેઓને શીખવવામાં આવ્યું છે કે તેઓ અન્ય કરતા વધુ સારા છે કારણ કે તેઓ બ્રાહ્મણ (કુટુંબમાંથી) ઉચ્ચ વર્ગના છે.”

જોકે સોશિયલ મીડિયા પર મોટાભાગના લોકોએ પ્રોફેસર એમીવાક્સના નિવેદનની ટીકા કરી હતી, પરંતુ કેટલાક લોકોએ નિવેદનનું સમર્થન પણ કર્યું હતું.

આ સંદર્ભે વરિષ્ઠ પત્રકાર દિલીપ મંડલ કહે  છે, “ભારતની શોષક જાતિઓ અમેરિકામાં અશ્વેત લોકો બની જાય છે (અને પોતાને પીડિત તરીકે રજૂ કરે છે). અશ્વેત અને મૂળ અમેરિકનો અને અમુક અંશે હિસ્પેનિકોએ તેમના અધિકારો પર ભાર મૂક્યો છે. કાળા લોકો, હિસ્પેનિક્સ અથવા મૂળ અમેરિકનો પાસે ગયા છે.”

અસીમ શુક્લાએ ટ્વીટ કરીને લખ્યું, “એમી વેક્સ, અમેરીકાની હેલ્થકેર સિસ્ટમને મજબૂત કરવામાં આપણામાંથી કેટલાક ભારતીય અમેરિકન ડોકટરોનો ફાળો છે. આવી સ્થિતિમાં, અમને ટીકા કરવાનો પણ અધિકાર છે. શુક્લા યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં પ્રોફેસર છે.

આ પહેલીવાર નથી જ્યારે એમી વેક્સનું નિવેદન વિવાદમાં આવ્યું હોય. આ પહેલા તેણે અમેરિકામાં એશિયન લોકોની હાજરી અને એશિયા ઈમિગ્રન્ટ્સને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે અમેરિકામાં એશિયન ઈમિગ્રન્ટ્સનું આગમન ઘટે તો અમેરિકા માટે સારું રહેશે.