ગુજરાત/ ત્રીજી લહેરની આશંકા વચ્ચે અમદાવાદ જિલ્લા વિસ્તારમાં 0 થી 5 વર્ષનાં બાળકોનો સર્વે કરાયો

અમદાવાદ જિલ્લા વિસ્તારમાં 0 થી 5 વર્ષનાં બાળકોનાં સર્વે બાદ હવે 6 થી 18 વર્ષનાં બાળકોનો સર્વે શરુ કરવામાં આવ્યો છે.

Ahmedabad Gujarat
11 92 ત્રીજી લહેરની આશંકા વચ્ચે અમદાવાદ જિલ્લા વિસ્તારમાં 0 થી 5 વર્ષનાં બાળકોનો સર્વે કરાયો

@માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદ જિલ્લા વિસ્તારમાં 0 થી 5 વર્ષનાં બાળકોનાં સર્વે બાદ હવે 6 થી 18 વર્ષનાં બાળકોનો સર્વે શરુ કરવામાં આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર ખતરો દર્શાવવામાં આવ્યો છે, જેને પગલે આ સર્વેની કામગીરી હાથ પર લેવામાં આવી છે.

મહિલા સુરક્ષા પર સવાલ! / મહિલાને માર મારતો આ વીડિયો તમારા હોશ ઉડાવી દેશે, જુઓ Video

અમદાવાદ જિલ્લામાં થોડા સમય અગાઉ 0 થી 5 વર્ષનાં બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમા અંદાજે 1 લાખ 60 હજાર બાળકોનો સર્વે કરાયો હતો, જેમાં 1600 બાળકો કુપોષિત અતિ કુપોષિત કે પછી ગંભીર બિમારીવાળા મળી આવતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 6 થી 18 વર્ષનાં બાળકોનાં સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે. આગામી 10 દિવસમાં આ સર્વેની કામગીરી પૂર્ણ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. હાલમાં આંગણવાડી અને આશા વર્કર બહેનોને આ કામગીરી સોંપવામાં આવી છે. 0 થી 18 વર્ષની ઉમરનાં બાળકોનાં બંને સર્વેની કામગીરી પૂર્ણ થશે એ બાદ મેડીકલ ઓફિસર દ્વારા એ બાળકોનાં આરોગ્યની ફેર ચકાસણી કરવામાં આવશે. જે બાદ જે બાળકોને સારવારની જરૂર હશે તેની સારવાર શરુ કરવામાં આવશે, તો જે બાળકો કુપોષિત કે અતિ કુપોષિત હશે તેને યોગ્ય ખોરાક પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ જે બાળકોની ઓળખ કરી લેવામાં આવી છે, તેની પૂર્ણ વિગત કોલ સેન્ટરમાં આપવામાં આવશે અને તે બાળકોનું ફોલો અપ લેવાની કામગીરી પણ કરવામાં આવશે.

મહામારીનો ડર / દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 43 હજારથી વધુ કેસ, રિકવરી રેટ 97.09% પર પહોંચ્યો

આ સિવાય જે બાળકો ખામીયુક્ત મળી આવશે તેના પરિવારને કોરોના વેક્સિન માટે પ્રાયોરીટી આપવામાં આવશે, જેથી કોરોનાથી બચાવી શકાય. આ સિવાય જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રીજી લહેર આવે તો પીડીયાટ્રીક વોર્ડની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.