Not Set/ ભારે હિમવર્ષા વચ્ચે ગર્ભવતી મહિલાને ભારતીય સેનાના જવાનો પગપાળા હોસ્પિટલ લઈ ગ્યાં..

ભારે હિમવર્ષા અને ખરાબ હવામાન વચ્ચે પણ ભારતીય સૈનિકોનો જુસ્સો એક વખત પણ ડગમ્યો નહીં અને હોસ્પિટલ પહોંચ્યા પછી જ તેમનાં પગલાં અટકી ગયા

India
Untitled 34 ભારે હિમવર્ષા વચ્ચે ગર્ભવતી મહિલાને ભારતીય સેનાના જવાનો પગપાળા હોસ્પિટલ લઈ ગ્યાં..

ભારતીય સેનાના જવાનો સરહદ પર દેશની રક્ષાની સાથે સામાન્ય લોકોની મદદ કરવામાં પાછળ પડતા નથી. શનિવારે તેણે એવું કામ કર્યું છે, જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારતીય સેનાના જવાનો ગર્ભવતી મહિલાને છ કિલોમીટર ચાલીને હોસ્પિટલ લઈ જઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે તેણે આ કામ ભારે હિમવર્ષા દરમિયાન કર્યું હતું.

આ  પણ વાંચો;Covid-19 / દિલ્હીમાં કોરોના બ્લાસ્ટ, આજે નોંધાયા 20,181 નવા કેસ, જે ગઈકાલ કરતાં 16% વધુ છે

આ વીડિયો ન્યૂઝ એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં સેનાના જવાનોની મદદ કરી રહેલી આ મહિલા નિયંત્રણ રેખા (LoC) પાસેના ઘગ્ગર હિલ ગામમાં રહે છે. શનિવારે મહિલાની બગડતી તબિયતની માહિતી સૈનિકોને મળતા જ તેઓ મેડિકલ ટીમ સાથે મહિલાના ઘરે પહોંચ્યા હતા. અહીં પહોંચતા જ મહિલાની તબિયત બગડવા લાગી. આ પછી સૈનિકોએ મહિલાને પગપાળા હોસ્પિટલ લઈ જવાનો નિર્ણય કર્યો.

આ પણ વાંચો;World / અમેરિકામાં શીખ ટેક્સી ડ્રાઇવરને માર મારી, પાઘડી ઉતારી ફેંકી દીધી; વીડિયો વાયરલ 

મહિલાને હોસ્પિટલ લઈ જવી જરૂરી હતી, તેથી સૈનિકો તેની સાથે પગપાળા રવાના થયા. આ દરમિયાન ભારે હિમવર્ષા થઈ રહી હતી. ભારે હિમવર્ષા અને ખરાબ હવામાન વચ્ચે પણ ભારતીય સૈનિકોનો જુસ્સો એક વખત પણ ડગમ્યો નહીં અને હોસ્પિટલ પહોંચ્યા પછી જ તેમનાં પગલાં અટકી ગયા. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલી ઝડપે બરફવર્ષા થઈ રહી હતી.હોસ્પિટલ પહોંચતા જ ત્યાં હાજર લોકોએ તેમની ભાવનાની પ્રશંસા કરી અને તેમનો આભાર માન્યો. હાલ મહિલા સંપૂર્ણપણે સુરક્ષિત છે. સૈન્યના જવાનોના આ ઉમદા કાર્યના વખાણમાં ગર્ભવતી મહિલાના પરિવારજનો પણ સામેલ છે.