Rajinikanth Jailer/ જેલરની સફળતા વચ્ચે રજનીકાંત પહોંચ્યા બદ્રીનાથ, બાબા બદ્રીવિશાલની લીધી મુલાકાત

સુપરસ્ટાર રજનીકાંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં રજનીકાંતને જોવા માટે મંદિરની બહાર લોકોની ભીડ જોવા મળી હતી. ‘જેલર’ રિલીઝ થયા બાદ રજનીકાંત બદ્રીનાથ પહોંચ્યા હતા.

Entertainment
Rajinikanth reached Badrinath

બોલિવૂડની ફિલ્મો ‘ગદર 2’ અને ‘OMG 2’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે, તો બીજી તરફ રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ પણ રેકોર્ડ તોડતી જોવા મળી રહી છે. 10મી ઓગસ્ટે રિલીઝ થયેલી ‘જેલર’એ શાનદાર કલેક્શન કર્યું છે. સુપરસ્ટાર રજનીકાંત શનિવારે સાંજે બદ્રીનાથ પહોંચ્યા, જ્યાં તેમણે સાંજની પૂજા કરી અને સ્વર્ણ આરતીમાં પણ હાજરી આપી. બીજી તરફ, શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રસાદ અને તુલસીની માળા અર્પણ કરવામાં આવી હતી.

બાબા બદ્રીવિશાલની લીધી મુલાકાત 

રજનીકાંત અનોખી રીતે ફિલ્મની સફળતાની ઉજવણી કરી રહ્યા છે. રજનીકાંતે તાજેતરમાં બદ્રીનાથ મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાનના ફોટો-વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ચાહકોમાં સુપરસ્ટારનો ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. રજનીકાંત શનિવારે સાંજે બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા. તેમણે ભગવાન બદ્રીવિશાલની સાંજની પૂજા-સ્વર્ણ આરતીમાં પણ ભાગ લીધો હતો. દર્શન કર્યા પછી, અભિનેતા આ ધામના રાવલ ઇશ્વર પ્રસાદ નંબૂદીરીને પણ મળ્યો.

વીડિયો થયો વાયરલ 

રજનીકાંતના આ વાયરલ વીડિયોમાં તે બદ્રીનાથ મંદિરની બહાર જોવા મળી રહ્યો છે. અભિનેતા ચારે બાજુથી ચાહકોથી ઘેરાયેલો છે. બેકગ્રાઉન્ડમાં અભિનેતાનું નામ ગુંજતું હોય છે. ચાહકો તેમના પ્રિય અભિનેતાને મળવા આતુર છે. રજનીકાંત સાથે કેટલાક સુરક્ષાકર્મીઓ પણ જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં રજનીકાંતે પોતાના તમામ ચાહકોને હાથ હલાવીને શુભેચ્છા પાઠવી હતી અને તેમનો આભાર પણ માન્યો હતો.

રજનીકાંત વિશે 

રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ 900 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. નેલ્સને ફિલ્મનું નિર્દેશન સંભાળ્યું છે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં તમન્ના ભાટિયા, રામ્યા કૃષ્ણન, યોગી બાબુ, વિનાયકન, મોહનલાલ અને જેકી શ્રોફ લીડ રોલમાં છે. તમને જણાવી દઈએ કે સુપરસ્ટાર રજનીકાંત સ્ટારર ફિલ્મ ‘જેલર’એ જોરદાર ઓપનિંગ કરી છે, રજનીકાંતના ફેન્સને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે.

આ પણ વાંચો:‘Jawaan’ scene leaked/લીક થયો શાહરૂખ ખાનનો ‘જવાન’ નો સીન, પ્રોડક્શન હાઉસે મુંબઈ પોલીસને કરી ફરિયાદ

આ પણ વાંચો:passed away/અંકિતા લોખંડેના પિતાનું 68 વર્ષની વયે અવસાન, છેલ્લા ઘણા દિવસોથી હતા બીમાર

આ પણ વાંચો:Sridevi Birth Anniversary/ગૂગલે શ્રીદેવીની યાદમાં બનાવ્યું ખાસ ડૂડલ, આજે છે ‘હવા હવાઈ’નો 60મો જન્મદિવસ