ગાઈડલાઈન/ વધતા કોરોનાનાં કેસ વચ્ચે રાજ્યની 8 મનપામાં રાત્રિ કર્ફ્યુની નવી અવધિ જાહેર

રાજ્યમાં વધતા કોરોનાનાં કેસને લઇને સરકાર ચિંતિત દેખાઇ રહી છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, રાજ્યની 8 મનપામાં રાત્રિ કર્ફ્યુની ગાઈડ લાઈન યથાવત રહેશે.

Top Stories Gujarat Others
રાત્રિ કર્ફ્યુ
  • રાજ્યની ૮ મનપામાં રાત્રી કર્ફ્યુની ગાઈડ લાઈન યથાવત
  • વધતાં કોરોના કેસ વચ્ચે રાત્રી કર્ફ્યુની નવી અવધિ જાહેર
  • રાત્રે ૧થી સવારે ૫ વાગ્યા સુધી કર્ફ્યુ યથાવત રહેશે
  • ૩૧ ડિસેમ્બર સુધી ગાઈડ લાઈન અમલી રહેશે
  • ગૃહ વિભાગમાં થોડી વારમાં સત્તાવાર જાહેરાત કરશે

રાજ્યમાં હવે ધીમે ધીમે કોરોનોનાં કેસ વધી રહ્યા છે, ત્યારે સરકાર અને તંત્ર પણ સજાગ બન્યુ છે. જો કે હજુ પણ લોકો કોરોના જાણે આપણા સૌ નૈં જીવનથી ચાલ્યો ગયો હોય તેમ વર્તન કરી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખી આવનારા દિવસોમાં સરકાર કડક નિર્ણયો લઇ શકે છે. જો કે આ વચ્ચે હવે રાત્રિ કર્ફ્યુને લઇને એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો – વધુ એક મુસિબત / તૈયાર રહો વધુ એક ઝટકા માટે, આવતા વર્ષથી હોસ્પિટલમાં સારવાર કરાવવી પડી શકે છે મોંઘી

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં વધતા કોરોનાનાં કેસને લઇને સરકાર ચિંતિત દેખાઇ રહી છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, રાજ્યની 8 મનપામાં રાત્રિ કર્ફ્યુની ગાઈડ લાઈન યથાવત રહેશે. 8 મનપામાં રાત્રે 1 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ યથાવત રહેશે. આ ગાઈડ લાઈન 31 ડિસેમ્બર સુધી અમલી રહેશે. આ પહેલા 1 ડિસેમ્બરથી રાજ્યનાં આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ માટે દસ દિવસની ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી હતી જેની અવધિ આજે પૂર્ણ થઇ રહી છે ત્યારે ખાસ કરીને રાજ્યમાં કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને રાત્રિ કર્ફ્યુનાં સમયમાં કોઇ ફેરફાર કરવામા આવ્યો નથી. અહી સરકાર દ્વારા લોકોને રાહત આપવામાં ભલે આવી હોય પરંતુ સ્થિતિ ખરાબ ન બને તે માટે આવનારા સમયમાં કોઇ કડક નિર્ણય લેવાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

આ પણ વાંચો – બર્બરતા / બાળક ખોળામાં હતું છતાંયે પોલીસ શખ્સને લાકડીઓથી મારતી રહી,જુઓ VIDEO

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થોડા દિવસોમાં વાઇબ્રન્ટ સમિટ યોજાવાનો છે, જેને ધ્યાનમાં રાખી આ ગાઈડલાઈન માત્ર દસ દિવસ માટે રાખવામા આવેલ છે. આ વાઇબ્રન્ટમાં ઓમિક્રોનનાં ખતરાને ધ્યાનમાં રાખી તંત્ર ખૂબ ચોકસાઇ પૂર્વક કામ કરી રહ્યુ હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…