નિવેદન/ મહારાષ્ટ્રના રાજકીય વિવાદ વચ્ચે ઉમા ભારતીએ ઉદ્વવ સરકરા વિશે જાણો શું કહ્યું

મહારાષ્ટ્રના રાજકારણમાં આ દિવસોમાં ઉથલપાથલ ચાલી રહી છે અને ઉદ્ધવ સરકારના પતનનો ખતરો છે. શિવસેનાના પ્રભાવશાળી નેતા એકનાથ શિંદેએ બળવાખોર વલણ અપનાવ્યા બાદ મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને શિવસેનાની ગઠબંધન સરકાર મુશ્કેલીમાં છે

Top Stories India
7 3 3 મહારાષ્ટ્રના રાજકીય વિવાદ વચ્ચે ઉમા ભારતીએ ઉદ્વવ સરકરા વિશે જાણો શું કહ્યું

મહારાષ્ટ્રના રાજકારણમાં આ દિવસોમાં ઉથલપાથલ ચાલી રહી છે અને ઉદ્ધવ સરકારના પતનનો ખતરો છે. શિવસેનાના પ્રભાવશાળી નેતા એકનાથ શિંદેએ બળવાખોર વલણ અપનાવ્યા બાદ મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને શિવસેનાની ગઠબંધન સરકાર મુશ્કેલીમાં છે.

આ દરમિયાન બીજેપીના વરિષ્ઠ અને ફાયર બ્રાન્ડ લીડર ઉમા ભારતીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ‘આ બાળાસાહેબ સાથેની શિવસેના નથી, આ સરકાર પડવી જ જોઈએ.’

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા ઉમા ભારતીએ એક મોટું નિવેદન આપતાં શિવસેના પર જોરદાર નિશાન સાધ્યું છે. ઉમા ભારતીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં શિવસેના અને કોંગ્રેસની ગઠબંધન સરકાર વાસ્તવમાં એક સડેલું ફળ હતું, જે હવે તૂટી ગયું છે.

તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં રચાયેલી સરકાર અવ્યવહારુ હતી કારણ કે કોંગ્રેસ અને શિવસેના મળી શકતા નથી. તે એક સડેલું ફળ હતું, તેમનો એકમાત્ર હેતુ ભાજપને સત્તાથી દૂર રાખવાનો હતો.

ઉમા ભારતીએ કહ્યું, ‘બાળાસાહેબ સાથે શિવસેના બિલકુલ નહોતી, કોંગ્રેસની બી ટીમ સાથે શિવસેના છે. આ સરકાર પડી જવી જોઈએ કારણ કે તે હિન્દુ વિરોધી અને મહિલા વિરોધી સરકાર છે.