ગુજરાત ચૂંટણી 2022/ અમિત શાહ અને આનંદીબેન પટેલે કર્યુ મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાન જારી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં મતદાન કર્યુ હતુ.

Gujarat
Amit shah voting અમિત શાહ અને આનંદીબેન પટેલે કર્યુ મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાન જારી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં મતદાન કર્યુ હતુ.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વોટ આપવા પહોંચ્યા હતા. આજે સવારે તેમણે મતદાન કરવા માટે અપીલ પણ કરી હતી. અમિત શાહના સમગ્ર કુટુંબે મતદાન કર્યુ હતું.કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, તેમના પુત્ર અને BCCI સચિવ જય શાહ સહિત તેમના પરિવારના સભ્યો સાથે, અમદાવાદના નારણપુરામાં AMC સબ-ઝોનલ ઑફિસમાં મતદાન કરવા પહોંચ્યા હતા.

ગુજરાતમાં બીજા અને અંતિમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ઉત્તર અને મધ્યપૂર્વ ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોમાંથી એટલે કે કુલ 182 બેઠકમાંથી 51 ટકા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

Anandiben patel voting અમિત શાહ અને આનંદીબેન પટેલે કર્યુ મતદાન

અમિત શાહે મતદાન કર્યા પછી ટ્વિટ કરીને લખ્યું હતું કે આજે ગુજરાતમાં બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન છે. આ તબક્કાના તમામ મતદારોને ખાસ કરીને યુવાનોને અપીલ કરું છું કે ગુજરાતમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરતી સરકારને પ્રચંડ બહુમતી સાથે વિજયી બનાવવા વિક્રમજનક સંખ્યામાં મતદાન કરીએ. તમારા એક મતમાં ગુજરાતનું સુવર્ણ ભવિષ્ય બનાયેલું છે. અમિત શાહની સાથે તેમના પુત્ર તથા બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે મતદાન કર્યુ હતુ અને તેમના પત્ની સોનલબહેને પણ મતદાન કર્યુ હતુ.

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલન આનંદીબેન પટેલે અમદાવાદમા શીલજમાં મતદાન કર્યુ છે. તેઓએ ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં આવતા શીલજમાં મતદાન કર્યુ છે. ભાજપે અહીં મુખ્યપ્રધાન પદના ઉમેદવાર ભુપેન્દ્ર પટેલને ઊભા રાખ્યા છે તો કોંગ્રેસે અમીબેન યાજ્ઞિકને ઊભા રાખ્યા છે.

ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે અમદાવાદનાં શીલજમાં મતદાન કર્યુ છે. તેઓ ઘાટલોડિયાનાં વિધાનસભાનાં ઉમેદવાર છે. તેઓએ મતદાન કરીને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, મતદાન કરવો આપણો અધિકાર છે. આપણને આ અધિકાર મળ્યો છે તો આપણે તેનો ઉપયોગ કરીને ભારતને અવલ્લ નંબરે લઇ જવાનું છે.

આ પણ વાંચોઃ

Gujarat Election/PM મોદીએ લાઇનમાં ઉભા રહીને રાણીપ સ્કૂલમાં કર્યું મતદાન, જન મેદનીનું અભિવાદન કર્યું

Gujarat Election/ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ શિલજમાં કર્યું મતદાન,નાગરિકોને મતદાન કરવા કરી અપીલ