Not Set/ કાશ્મીર મામલે અમીત શાહે કર્યુ મોટુ એલાન, કલમ 370 હટાવાનો સંકલ્પપત્ર કર્યો રજૂ, કોંગ્રેસે કર્યો હોબાળો

ગૃહ મંત્રી અમીત શાહનાં નિવેદન બાદ જમ્મુ-કાશ્મીર અંગેની તમામ અટકળોનો અંત આવી ગયો છે. ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370નાં તમામ ખંડ લાગુ નહી થાય. ખંડ 1 ને બાદ કરતાં અન્ય તમામ કલમોને દૂર કરવાની માંગ કરવામાં આવી. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીર રિઝર્વેશન એક્ટ 2004 પર પુનર્વિચારણા કરવાની માંગ […]

India
amit shah speaks in the rajya sabha 00d3d744 0a6c 11e8 ba67 a8387f729390 કાશ્મીર મામલે અમીત શાહે કર્યુ મોટુ એલાન, કલમ 370 હટાવાનો સંકલ્પપત્ર કર્યો રજૂ, કોંગ્રેસે કર્યો હોબાળો

ગૃહ મંત્રી અમીત શાહનાં નિવેદન બાદ જમ્મુ-કાશ્મીર અંગેની તમામ અટકળોનો અંત આવી ગયો છે. ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370નાં તમામ ખંડ લાગુ નહી થાય. ખંડ 1 ને બાદ કરતાં અન્ય તમામ કલમોને દૂર કરવાની માંગ કરવામાં આવી. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીર રિઝર્વેશન એક્ટ 2004 પર પુનર્વિચારણા કરવાની માંગ કરી છે. તેમણે કલમ 35 A નાબૂદ કરવાની ભલામણ કરી. અમિત શાહે કહ્યું કે હું બધી બાબતોનો જવાબ આપવા તૈયાર છું. આપને જણાવી દઇએ કે, હવે જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યુ છે. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવામાં આવી.

ગૃહમાં અમીત શાહનાં કાશ્મીરમાં કલમ 370 અંગેનાં નિવેદન બાદ વિરોધ પક્ષોએ હોબાળો મચાવ્યો છે. કમલ 370 હટાવવાની ભલામણ કર્યા બાદ ગૃહમાં હોબાળો મચતા સભાપતિએ શાંતિ જાળવવા કહ્યુ. પરંતુ કોંગ્રેસ પાર્ટીએ સતત હોબાળો મચાવતા ભાજપ વિરોધી નારા લગાવ્યા. અમીત શાહે કહ્યુ કે, જે દિવસે રાષ્ટ્રપતિ દ્વારા ગેઝેટ નોટિફિકેસન સ્વીકારાશે, તે દિવસથી સંવિધાનનાં અનુચ્છેદ 370 (1) સિવાય બીજો કોઇપણ ખંડ લાગૂ થશે નહીં.

ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે શું કહ્યુ

કેન્દ્ર સરકારનાં કાશ્મીરમાં કલમ 370 હટાવવાનાં નિર્ણયને લઇ ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે આવકાર્યો. મળતી માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરને હવે બે ભાગમાં વહેચાયુ. લદ્દાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરવામાં આવ્યુ.

ગૃહમંત્રી અમીત શાહે કહ્યુ કે અમે કાશ્મીર મુદ્દાને લઇને ચાર સંકલ્પ અને બિલ લઇને આવ્યા છીએ.  વધુમાં કહ્યુ કે, અનુચ્છેદ 370 (1) સિવાય તમામ ખંડ રાષ્ટ્રપતિના અનુમોદન સિવાય ખત્મ થશે. શાહે કહ્યું કે રાષ્ટ્રપતિનાં અનુમોદન બાદ અનુચ્છેદ 370નાં તમામ ખંડ લાગૂ થશે નહીં. જે સાંભળ્યા બાદ વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો.

જનતાનું શું કહેવુ છે કલમ 370 હટાવવા મામલે

કાશ્મીરમાં કલમ 370 હટાવવાને લઇને ગૃહમાં અમીત શાહે સંકલ્પપત્ર રજૂ કર્યો ત્યારે વિપક્ષે હોબાળો મચાવવાનું શરૂ કરી દીધુ પરંતુ તેનાથી વિપરીત જનતાને જ્યારે આ વિશે પુછવામાં આવ્યુ ત્યારે તેમણે આ નિર્ણયને યોગ્ય ઠહેરાવ્યો અને ખુશીમાં એકબીજાનું મોઠુ મીંઠુ કરી ઉજવણી કરી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર…

મળી રહેલી માહિતી અનુસાર, સુરક્ષાને ધ્યાનમાં લેતા કાશ્મીરમાં 15મી ઓગષ્ટ સુધી લેન્ડલાઇન સેવાને બંધ કરી દેવામાં આવી છે. ગૃહમંત્રી અમીત શાહ સંસદ સત્ર બાદ તરત જ કાશ્મીર જઇ રહ્યા છે, તેથી અનુમાન કરવામાં આવી રહ્યું છે કે રાજ્યના સંદર્ભમાં સરકાર કેટલાક મોટા નિર્ણયો લઈ શકે છે. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં ઉદ્ભવતા પરિસ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવી છે. દરમિયાન, જમ્મુ કાશ્મીરમાં મોડી રાત્રે કલમ 144 લાગુ કરવામાં આવી છે જ્યારે કાશ્મીરના તમામ વરિષ્ઠ નેતાઓને આંતરિક રીતે નજરબંધ કરવામાં આવ્યા છે.

આતંકવાદી હુમલાની આશંકા અને નિયંત્રણ રેખા પર વધતા દબાણને કારણે કાશ્મીર ઘાટીમાં મહત્વપૂર્ણ મથકો અને સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા દળોની તૈનાતી વધારી દેવામાં આવી છે. જમ્મુમાં સોમવારે સાવચેતીનાં પગલા લેતા શાળા અને કોલેજ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે અને ઘાટીમાં ઇન્ટરનેટ અને મોબાઇલ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. જણાવી દઇએ કે, આજે સવારે 9:30 વાગ્યાથી વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં એક મોટી કેબિનેટ બેઠક મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.