Uttrayan 2024/ અમિત શાહ પહોચ્યા ઉતરાયણની મજા માણવા, અમદાવાદના વેજલપુરથી આપી પતંગને ઢીલ 

ઉતરાયણના આ પર્વ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદમાં તેની ઉજવણી કરવા માટે પહોચી ગયા છે. અમિત શાહે વેજલપુરમાં તેમના સાથીમિત્રો ધારાસભ્યો અને નેતાઓની ઉપસ્થિતિમાં પતંગની દોરીને ઢીલ આપી છે. 

Top Stories Ahmedabad Gujarat
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 01 14T142641.835 અમિત શાહ પહોચ્યા ઉતરાયણની મજા માણવા, અમદાવાદના વેજલપુરથી આપી પતંગને ઢીલ 

અમદાવાદના જાણીતા તહેવારની મજા માણવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી પહોચ્યા છે. તેઓ સૌ પ્રથમ સવારે જગન્નાથ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ વેજલપુર પતંગઉત્સવનો મોજ માણવા પહોચ્યા, શાહે સૌ પ્રથમ બાળકોને ખુશ કરી દીધા હતા. જેમાં તેમના દ્વારા પતંગ અને ચીકી સહિતની અનેક વસ્તુઓની વહેચણી કરી હતી.

News18 Gujarati

આમાં તેમનો સાથ આપવા અને ઉજવણી કરવા માટે એલિસબ્રિજના ધારાસભ્ય વેજલપુરના ધારાસભ્ય આ ઉપરાંત અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

News18 Gujarati

વેજલપુરમાં આવેલા સ્વાતિ એપાર્ટમેન્ટ-2ના બ્લોક-Bમાં પતંગ ચગાવવા માટે અમિત શાહ પહોંચ્યા હતા. એટલું જ નહિ એ પહેલા તેમણે બાળકોને પતંગો અને ચીકીની વહેચણી પણ કરી હતી.

News18 Gujarati

અમિત શાહનો સાથ આપવા અને ત્યાં મોજ માણવા માટે અન્ય નેતાઓ અને ધારાસભ્યો પણ ત્યાં હાજર રહ્યા હતા. દરેક એ ત્યાં ઉપસ્થિત રહીને આનંદને બમણો કરી દીધો હતો.

News18 Gujarati

અમિત શાહની સુરક્ષાને લઈને પણ ત્યાં અગાઉથી સુરક્ષા વ્યવસ્થા માટે સુરક્ષા એજન્સીઓ ત્યાં પહોચીને વ્યવસ્થા હાથ ધરી હતી. જેમાં વિવિધ સુરક્ષા એજન્સીઓ અલગ-અલગ ધાબા પર ગોઠવાઈ ગઈ છે.

News18 Gujarati

ઉલ્લેખનીય છે કે અમિત શાહ આ પહેલા પણ ઘણી વખત અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી ચૂક્યા છે, ગયા વર્ષે પણ તેઓ ઉત્તરાયણની ઉજવણી કરવા વેલજપુર આવ્યા હતા. વેજલપુર પહોંચતા પહેલા અમિત શાહે અમદાવાદના પ્રખ્યાત જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. મકરસંક્રાંતિના અવસર પર તેમણે મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. હવે તેઓ ગાંધીનગર પણ જવાના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Gandhinagar/ગાંધીનગર LCBની ટીમે દારૂનો જથ્થો ઝડપ્યો, હેરાફેરી માટે અજમાવી ગજબની તરકીબ

આ પણ વાંચો:Uttarayan celebration/કષ્ટભંજન હનુમાનજીને ઉત્તરાયણ તહેવાર નિમિત્તે પતંગોથી શણગારવામાં આવ્યા

આ પણ વાંચો:Uttarayan/ઉત્તરાયણનો પર્વ બે પરિવારો માટે ગમગીની લાવનારૂં બન્યું