Not Set/ અમિત શાહ સહ પરિવાર લેશે ભગવાન જગ્નનાથજીની મંગળા આરતીમાં ભાગ

ટીમ મોદી 2.0માં કેન્દ્રીય ગૃહમંત્રીનો કાર્યભાર સંભાળી રહેલા અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ નિમિત્તે નીકળનારી ભગવાન જગન્નાથની 142મી રથયાત્રામાં જોડાશે. વર્ષોથી ચાલી આવતી પરંપરાને અમિત શાહ આટલા વ્યસ્ત સ્કેડ્યુલમાંથી પણ સમય કાઢી નિભાવશે. અમિત શાહ મંગળા આરતીના દર્શન કરવા માટે તારીખ 3 અને 4 જૂલાઈએ ગુજરાતની મુલાકાતે આવશે. 4 જુલાઈના […]

Top Stories Ahmedabad Gujarat
amit shah mangala arti અમિત શાહ સહ પરિવાર લેશે ભગવાન જગ્નનાથજીની મંગળા આરતીમાં ભાગ

ટીમ મોદી 2.0માં કેન્દ્રીય ગૃહમંત્રીનો કાર્યભાર સંભાળી રહેલા અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ નિમિત્તે નીકળનારી ભગવાન જગન્નાથની 142મી રથયાત્રામાં જોડાશે. વર્ષોથી ચાલી આવતી પરંપરાને અમિત શાહ આટલા વ્યસ્ત સ્કેડ્યુલમાંથી પણ સમય કાઢી નિભાવશે. અમિત શાહ મંગળા આરતીના દર્શન કરવા માટે તારીખ 3 અને 4 જૂલાઈએ ગુજરાતની મુલાકાતે આવશે. 4 જુલાઈના રોજ અમિત શાહ 17મી વખત મંગળા આરતીનાં દર્શન કરશે.

amit shah jagannathji અમિત શાહ સહ પરિવાર લેશે ભગવાન જગ્નનાથજીની મંગળા આરતીમાં ભાગ

ઉલ્લેખનીય છે કે, અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ પહેલીવાર પરિવાર સાથે ભગવાન જગ્નનાથની મંગળા આરતીનાં દર્શન કરવા આવી રહ્યા છે.  આ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગમનને ધ્યાને રાખી, ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમુત શાહને વિજય અપાવનાર કાર્યકરોનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો છે. તો સાથે સાથે આ ઉપરાંત શાહ ગુજરાતની હાલની રાજકીય પરિસ્થિતિ અને રાજ્યસભાની બે બેઠકોની યોજાનારી ચૂંટણી અંગે પણ ભાજપના પ્રદેશ નેતાઓ સાથે બેઠક યોજશે. આપને જણાવી દઇએ કે બે માંથી એક બેઠક તો ખુદ શાહ દ્રારા જ ખાલી કરવામા આવી છે.

આ પણ જુઓ – કમલમ ખાતે હાલ પ્રદેશ કારોબારીની બેઠકો યોજાઈ….

આપને જણાવી દઇએ કે 6 થી 13 જુલાઈ સુધી ભાજપ સંગઠન પર્વની ઉજવણી ગુજરાત ખાતે કરી રહ્યું છે. ત્યારે ગાંધીનગરમાં કમલમ ખાતે હાલ પ્રદેશ કારોબારીની બેઠકો યોજાઈ રહી છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં આજે યોજવામા આવેલી બેઠકમાં  ભાજપમાં એક કરોડથી વધુ નવા સભ્યો ઉમેરવાનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે. ત્યારે ગુજરાતનાં 20 તાલુકામાં ભાજપનાં સભ્યો વધારી આ લક્ષ્યાંક તરફ આગળ વધવાનો નિર્ધાર ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી દ્રારા આપવામા આવ્યો છે.