Not Set/ અમિત શાહનો પુનરોચ્ચાર, NDA નીતીશના નેતૃત્વમાં જ બિહાર વિધાનસભાની ચૂંટણી લડશે

નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) અંગેના મૂંઝવણને દૂર કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુરુવારે બિહારની મુલાકાત લીધી હતી. વૈશાલીમાં જાહેર સભાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે જેડીયુ સાથેનું જોડાણ અતૂટ છે અને બિહાર વિધાનસભાની ચૂંટણી નીતિશના નેતૃત્વ હેઠળ લડવામાં આવશે, તેવો અમિત શાહનો પુનરોચ્ચાર કરી બિહાર વિધાનસભાને લઇને છુટી રહેલા તમામ ફૂગ્ગાને […]

Top Stories India
as nk અમિત શાહનો પુનરોચ્ચાર, NDA નીતીશના નેતૃત્વમાં જ બિહાર વિધાનસભાની ચૂંટણી લડશે

નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) અંગેના મૂંઝવણને દૂર કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુરુવારે બિહારની મુલાકાત લીધી હતી. વૈશાલીમાં જાહેર સભાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે જેડીયુ સાથેનું જોડાણ અતૂટ છે અને બિહાર વિધાનસભાની ચૂંટણી નીતિશના નેતૃત્વ હેઠળ લડવામાં આવશે, તેવો અમિત શાહનો પુનરોચ્ચાર કરી બિહાર વિધાનસભાને લઇને છુટી રહેલા તમામ ફૂગ્ગાને એક જ ફૂંકમાં ફોડી નાખ્યા છે. 

તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, બિહારના કેટલાક લોકો એવી અફવાઓ ફેલાવી રહ્યા છે કે એનડીએ અંદર તૂટી ગયું છે. પરંતુ તેઓએ તેમની મૂંઝવણને દૂર કરવી જોઈએ. એનડીએનું જોડાણ અતૂટ છે. આમાં કોઈ શંકાની અવકાશ નથી.

અમિત શાહે તેમના સંબોધન દરમિયાન ટીએમસી ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું છે કે મમતા બેનર્જી અને કોંગ્રેસ નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) વિશે ખોટા નિવેદનો આપીને લોકોને ગેરમાર્ગે દોરવાની અને પરસ્પર અસ્પષ્ટતા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ પાકિસ્તાનની ભાષા બોલી રહી છે. તેમણે કહ્યું કે તમે બધા જ જણાવો ખે, શું મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 0 37૦ હટાવીને ખોટું કર્યું છે? કોંગ્રેસી કહેતા હતા કે જો અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો નિર્ણય આવશે તો દેશમાં કતલેઆમ જોવમાં આવશે, પરંતુ તમે બધાએ જોયું કે આ બંને બાબતો પર દેશની જનતાએ વિપક્ષને શું જવાબ આપ્યો. 

શાહે કોંગ્રેસ સહિતના તમામ વિપક્ષી પક્ષોને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો અને કહ્યું કે દેશ વિરોધી જે પણ સૂત્રો છે તે કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ બેઠકમાં ઉપસ્થિત લોકોને હાકલ કરી અને કહ્યું કે તમે બધાએ ભાજપ અને પીએમ મોદીના સપનાને પૂરા કરવામાં પૂર્ણ સહયોગ આપવો જોઈએ.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.