Political/ હાવડા રેલીમાં અમિત શાહે કહ્યુ- TMC ને ઉખાડી ફેંકીશું

આ વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. જેના કારણે રાજકીય હલચલ ઉગ્ર બની છે. ચૂંટણી પૂર્વે તૃણમૂલ કોંગ્રેસને સતત ઝટકો મળી રહ્યો છે….

India
police attack 62 હાવડા રેલીમાં અમિત શાહે કહ્યુ- TMC ને ઉખાડી ફેંકીશું

આ વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. જેના કારણે રાજકીય હલચલ ઉગ્ર બની છે. ચૂંટણી પૂર્વે તૃણમૂલ કોંગ્રેસને સતત ઝટકો મળી રહ્યો છે. ભૂતપૂર્વ ટીએમસી નેતાઓ રાજીવ બેનર્જી, બૈશ્લી ડાલમિયા, પ્રબીર ઘોષાલ, રથિન ચક્રવર્તી અને રૂદ્રનીલ ઘોષે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, ભાજપનાં નેતા દિલીપ ઘોષ અને કૈલાસ વિજયવર્ગીયા સાથે ભાજપમાં જોડાયા બાદ હાવડાનાં ડુમુરજલા સ્ટેડિયમ ખાતે સ્ટેજ શેર કર્યો હતો.

આ દરમિયાન રાજીબ બેનર્જીએ કહ્યું, અમને પશ્ચિમ બંગાળમાં ડબલ એન્જિન સરકાર જોઈએ છે. અમે સોનાર બાંગ્લા માટે કેન્દ્ર અને રાજ્ય બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઇચ્છીએ છીએ. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાવડામાં ભાજપની રેલીને સંબોધન કરતા ગૃહ મંત્રીએ કહ્યું, મમતા બેનર્જીએ દરેક ક્ષેત્રમાં પશ્ચિમ બંગાળને પાછળ છોડી દીધું છે. રાજ્યની પ્રજા તેમને ક્યારેય માફ નહીં કરે. ગૃહ મંત્રીએ કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસ અને અન્ય પક્ષોનાં નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. ચૂંટણી યોજાય ત્યાં સુધી મમતા દી પોતાને એકલા દેખશે. તેઓએ રાજ્યની જનતા સાથે અન્યાય કર્યો છે.

આ દરમિયાન ભાજપનાં નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું, તૃણમૂલ કોંગ્રેસ હવે પાર્ટી નહીં પણ ખાનગી લિમિટેડ કંપની છે. ટીએમસી પ્રાઈવેટ લિમિટેડ કંપની 28 ફેબ્રુઆરી સુધીમાં ખાલી થઈ જશે, કોઈ બચશે નહીં. શુભેન્દુ અધિકારીએ કહ્યું- બંગાળનાં લોકો પરિવર્તનની માંગ કરી રહ્યા છે. ટીએમસીની નિંદા કરતાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, “રાજ્યની જનતા ક્યારેય રાજકીય પક્ષને સમર્થન આપી શકતી નથી કે જે પોતાને પોતાની સાથે લડાવે, કેન્દ્ર સરકારને તેના રાજકીય સ્વાર્થ માટે જ નફરત કરે છે અને જય શ્રી રામનાં નારાઓને” પણ અપમાનિત કરે છે. કોઈ પણ રાષ્ટ્રવાદી તે પાર્ટીમાં એક મિનિટ પણ રહી શકશે નહીં.

કૃષિ આંદોલન / સરકાર અને ખેડૂત નેતાઓની વધુ એક બેઠક યોજાશે આ તારીખે ….

good news / UAEમાં કામ કરી રહેલા લાખો ભારતીયો માટે ખુશ ખબર, મળશે પરિવાર સાથે નાગરીકતા

Politics / અહીં 100 થી વધુ સક્રિય કાર્યકરોએ કોંગ્રેસને કહ્યું બાય-બાય, અને ભાજપના વિકાસરથમાં થયા સવાર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો