Election/ અમિત શાહ આવશે અમદાવાદ, મતદાન બાદ મોટેરા સ્ટેડિયમમાં આપી શકે છે હાજરી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. જણાવી દઇએે કે, 6 મનપા માટે 21 મી ફેબ્રુઆરીએે ચૂંટણી યોજાવાની છે. આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે.

Ahmedabad Gujarat
PICTURE 4 279 અમિત શાહ આવશે અમદાવાદ, મતદાન બાદ મોટેરા સ્ટેડિયમમાં આપી શકે છે હાજરી
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે અમદાવાદ
  • આવતીકાલે સાંજે આવી શકે છે અમદાવાદ
  • 21મીએ અમદાવાદમાં અમિત શાહ કરશે મતદાન
  • નારણપુરા વોર્ડમાંથી શાહ કરશે મતદાન
  • 24મીએ મોટેરા સ્ટેડીયમ કાર્યક્રમમાં આપશે હાજરી
  • અમિત શાહ અમદાવાદમાં યોજશે મહત્વની બેઠક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. જણાવી દઇએે કે, 6 મનપા માટે 21 મી ફેબ્રુઆરીએે ચૂંટણી યોજાવાની છે. આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. પ્રચારનાં અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જનસંપર્ક માટે ઝંઝાવાતી પ્રચાર કરવા જઈ રહ્યા છે. ત્યારે મળી રહેલી માહિતી અનુસાર, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ આવતી કાલે એટલે કે શનિવારનાં રોજ અમદાવાદમાં આવી શકે છે.

Election / જામનગરમાં કોંગ્રેસની બાઇક રેલી, પરેશ ધાનાણી જોડાયા, કર્યા ભાજપ પર પ્રહાર

21 મી તારીખનાં રોજ મનપાની ચૂંટણી થવાની છે, ત્યારે આ ચૂંટણીમાં અમિત શાહ મતદાન આપવાના છે. અમિત શાહ નારણપુરા વોર્ડમાંથી મતદાન કરશે. વળી આ સાથે તેઓ 24 મી ફેબ્રુઆરીનાં રોજ મોટેરા સ્ટેડિયમનાં કાર્યક્રમમાં હાજરી આપશે. આપને જણાવી દઇએ કે, આજે મનપાની ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. ત્યારે આજે બંને પાર્ટીઓ (ભાજપ અને કોંગ્રેસ) પોતાનું શક્તિ પ્રદર્શન કરશે જે બાદ પ્રચારનાં પડઘમ શાંત પડી જશે.

Election / ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આપ્યું મોટું નિવેદન

ઉલ્લેખનીય છે કે, અમદાવાદનાં મોટેરા ખાતે આવેલા નવનિર્મિત સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાવાની છે. ક્રિકેટ ક્ષેત્રે વિશ્વનું સૌથી મોટું સ્ટેડીયમ મોટેરા આંતરરાષ્ટ્રીય મેચો માટે હવે તૈયાર છે અને આગામી 24 ફેબ્રુઆરીથી અહિયાં બે ટેસ્ટ મેચ અને પાંચ 20-20 મેચો સાથે કુલ 7 મેચ રમાવા જઈ રહી છે. આ મેચને લઇને લોકોમાં અને ખાસ કરીને ક્રિકેટ ફેનને ઘણો ઉત્સાહ છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદમાં મતદાન કર્યા બાદ મોટેરા સ્ટેડિયમમાં મેચ નિહાળવા જશે. નોંધનીય છે કે અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ નવનિર્મિત થયા બાદ અહી પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમાવાની છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ