Not Set/ અમિત શાહ આવશે બે દિવસ ગુજરાતની મુલાકાત, જૈવિક ખેતીને લગતા કાર્યક્રમમાં આપશે હાજરી

અમિત શાહ મુખ્યત્વે શહેરમાં તેમના નિવાસસ્થાને રોકાશે. 15 જાન્યુઆરીએ તેઓ ઓર્ગેનિક ફાર્મિંગને લગતા કાર્યક્રમમાં ભાગ લેશે.

Ahmedabad Gujarat
અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે તેમના ગૃહ રાજ્ય ગુજરાતની બે દિવસની મુલાકાતે પહોંચશે. આ દરમિયાન તેઓ શનિવારે ઓર્ગેનિક ખેતી સાથે જોડાયેલી એક યોજના પણ લોન્ચ કરશે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્ય એકમના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ જણાવ્યું કે શાહ ગુરુવારે રાત્રે અમદાવાદ પહોંચી શકે છે.

આ પણ વાંચો :નર્મદા કેનાલમાં ડૂબી રહેલા ભાઈને બચાવવા જતાં નાની બહેન પણ પાણીમાં થઈ ગરકાવ

તેમણે કહ્યું કે તેમની મુલાકાત દરમિયાન કોઈપણ પ્રકારની જાહેર સભા થશે નહીં. તેમણે કહ્યું કે ઉત્તરાયણના અવસર પર, જો કે અમિત શાહ તેમના પરિવારના સભ્યો અને પક્ષના કાર્યકરો સાથે દર વર્ષે 14 જાન્યુઆરીએ પતંગ ઉડાવે છે અને અન્ય કાર્યક્રમોમાં ભાગ લે છે, પરંતુ આ વખતે તેઓ શુક્રવારે આ કાર્યક્રમોથી દૂર રહેશે. કેમ કે તેમના નજીકના સંબંધી મૃત્યુ પામ્યા છે.

અમિત શાહ મુખ્યત્વે શહેરમાં તેમના નિવાસસ્થાને રોકાશે. 15 જાન્યુઆરીએ તેઓ ઓર્ગેનિક ફાર્મિંગને લગતા કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના સત્તાવાર નિવાસસ્થાને નિર્ધારિત છે.

ગાંધીનગરના સાંસદ અમિત શાહ તેમના સંસદીય મતવિસ્તાર સંબંધિત વિકાસ પ્રોજેક્ટ અને અન્ય સરકારી યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરી શકે છે.

આ પણ વાંચો :વડોદરામાં માત્ર 17 વર્ષના વિધાર્થીએ 5માં માળેથી લગાવી મોતની છલાંગ, જાણો શું છે કારણ

ગુજરાત ભાજપ અત્યારથી વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં જોતરાઈ ગયું છે. PM નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવવાના એંધાણ જોવા મળી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે માર્ચ મહિનાથી પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતનો પ્રવાસ કરશે. વડાપ્રધાન મોદીના માર્ચ મહિનાથી ચૂંટણી સુધી 12 જેટલા પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે. જેમાં રાજ્યના અલગ અલગ પ્રાંતમાં પ્રવાસ ગોઠવવામાં આવશે. કેટલાક વિકાસ કાર્યોના ખાત મુહૂર્તમાં આવશે તો કેટલાક લોકાર્પણ કામે પણ વડાપ્રધાન મોદી આવશે તો જ્યારે ચૂંટણી હશે ત્યારે ક્લસ્ટર મુજબ ચૂંટણી પ્રચાર કરવામાં આવશે. જેમાં મહિલા મોરચા, યુવા મોરચાના મહાસંમેલન થશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ માર્ચનો આ પ્રવાસ ચૂંટણીલક્ષી હશે તેવુ મનાઈ રહ્યું છે.

આ પણ વાંચો :  કચ્છમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આચંકા,દુધઇથી 20 કિ.મી.દૂર કેન્દ્રબિંદુ

આ પણ વાંચો :લોકોની સુવિધા માટે કેબિનેટ બેઠકમાં લેવાયો આ મહત્વનું નિર્ણય, જાણો શું છે…

આ પણ વાંચો :ગુજરાતમાં કોરોનાનો બ્લાસ્ટ, 24 કલાકમાં નવા 9941 કેસ નોંધાયા, સૌથી વધુ કેસ અમદાવાદમાં