Not Set/ અમરેલી અને ગીર પંથકમાં અનરાધાર, ડેમ છલકાયા – નદીઓમાં ઘોડાપૂર

અમરેલી તેમજ ગીરનાં તમામ વિસ્તારોમાં મેઘો મનમુકીને વરસ્યો હતો. ખાંભા ગીરનાં ડેડાણ ગામે 1 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબતા પાણી પાણી થઇ ગયું હતું. ભારે વરસાદને કારણે ડેડાણાની અશોક નદીમાં બીજી વખત ઘોડાપુર આવ્યું હતું. તો અમરેલી સહિત ખાંભા ગીર પંથકનાં મોટા બારમણ, નાના બારમણમાં ત્રણ કલાકમાં 5.8 ઈંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. […]

Top Stories Gujarat Others
khambha અમરેલી અને ગીર પંથકમાં અનરાધાર, ડેમ છલકાયા - નદીઓમાં ઘોડાપૂર

અમરેલી તેમજ ગીરનાં તમામ વિસ્તારોમાં મેઘો મનમુકીને વરસ્યો હતો. ખાંભા ગીરનાં ડેડાણ ગામે 1 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબતા પાણી પાણી થઇ ગયું હતું. ભારે વરસાદને કારણે ડેડાણાની અશોક નદીમાં બીજી વખત ઘોડાપુર આવ્યું હતું. તો અમરેલી સહિત ખાંભા ગીર પંથકનાં મોટા બારમણ, નાના બારમણમાં ત્રણ કલાકમાં 5.8 ઈંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.

ભારે વરસાદને પગલે ડેડાણની અશોકા નદી બે કાંઠે વહી રહી છે. તો ડેડાણ, ત્રાકુડા, ભૂંડની, ગોરાનામાં અનરાધાર વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. ડેડાણનો પટેલ પરા વિસ્તાર પુરના કારણે વિખૂટો પડી ગયો હતો. મહત્વનું છે કે પુરને જોવા ગ્રામજનો ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. જેથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

અમરેલીના ધારી-મીઠાપુર,દલખાણીયામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદ ખાબકતા શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જેથી ઘોડાપૂરમાં પશુઓ તણાયાનો વીડિયો પણ સામે આવ્યો હતો. ગાય ભેંસ સહિતના પશુઓ પાણીના વહેણમાં તણાઇ ગયા હતા.

khambha1 અમરેલી અને ગીર પંથકમાં અનરાધાર, ડેમ છલકાયા - નદીઓમાં ઘોડાપૂર

ભારે વરસાદથી અમરેલીના ઘાતરવડી ડેમ નંબર એક અને બે બંને ઓફરફલો થવાની શકયતા છે. મોડી રાત સુધીમાં આ બંને ડેમ ઓવરફલો થાય તેવી શકયતા છે. ડેમમાં પાણીની આવક વધતાં બંને ડેમ ઓવરફલો થઇ શકે છે. જેને પગલે નિચાણવાળા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજુલા મામલતદાર દ્વારા અમરેલીના આઠથી વધુ ગામોને સતર્ક રહેવા માટે આદેશ આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.