અમરેલી/ કુકાવાવ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, માતાપિતા સહિત બાળકીનું મોત

અમરેલીના કુકાવાવ હાઈવે પર બાઇક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિ-પત્ની અને બાળકીનું ઘટનાસ્થળે મોત થયું હતું.

Top Stories Gujarat Others
ગમખ્વાર અકસ્માતમાં કુકાવાવ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, માતાપિતા સહિત

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.  અમરેલી હાઇવે  ફરીએકવાર રક્તરંજિત  બન્યો છે. ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. પતિ-પત્ની અને બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર અમરેલીના કુકાવાવ હાઈવે પર બાઇક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિ-પત્ની અને બાળકીનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં બાઇક પર સવાર 3 ના મોત થાય હતા. જયારે અકસ્માત બાદ ટ્રક પલટી જતાં 3 ઘાયલ થયા હતા. ઇજા ગ્રસ્તોને અમરેલી સિવિલ હોસ્પિટલમાં 108 માઘ્યમ થી લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ અમરેલી પોલીસ ને થતા અમરેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં જુદીજુદી અકસ્માતની ઘટનામાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ગુજરાત / અસિત વોરાની હકાલપટ્ટી નિશ્ચિત, સાંજ સુધીમાં આપી શકે છે રાજીનામુ 

ખેડૂત આંદોલન મામલો / પોલીસ સ્ટેશન પહોંચી કંગના રનૌત, શીખ વિરોધી પોસ્ટ કેસમાં નોંધાશે નિવેદન

મુંબઈ / શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી, 1ની ધરપકડ

પંજાબ / લુધિયાણા કોર્ટ પરિસરમાં જોરદાર વિસ્ફોટ, બેનાં મોત