Accident/ AMTS પણ BRTSના રવાડે ચઢીઃ દિલ્હી દરવાજામાં બાળકના હડફેટે લીધો

AMTSની બસો  પણ BRTSના રવાડે ચઢી લાગે છે. શહેરના એકદમ ભીડવાળા વિસ્તાર દિલ્હી દરવાજામાં માતેલા સાંઢની જેમ દોડતી બસે બાળકને હડફેટે લેતા તેનું મોત નીપજ્યુ છે.

Ahmedabad Gujarat
ST Bus Accident AMTS પણ BRTSના રવાડે ચઢીઃ દિલ્હી દરવાજામાં બાળકના હડફેટે લીધો

અમદાવાદઃ AMTSની બસો  પણ BRTSના રવાડે ચઢી લાગે છે. શહેરના Bus Accident એકદમ ભીડવાળા વિસ્તાર દિલ્હી દરવાજામાં માતેલા સાંઢની જેમ દોડતી બસે બાળકને હડફેટે લેતા તેનું મોત નીપજ્યુ છે. બાળકના મોતના પગલે સ્થાનિકોમાં જબરજસ્ત આક્રોશ છે.  આ ઘટનાના પગલે દિલ્હી દરવાજા પર લોકોના ટોળેટોળા વળ્યા હતા. પોલીસે તરત જ ઘટનાસ્થળે પહોંચીને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. અકસ્માત કરનાર ડ્રાઇવર લોકોના ગુસ્સાનો ભોગ બનવો ન પડે તે માટે તરત જ ફરાર થઈ ગયો હતો.

પોલીસે લોકોના ટોળેટોળા હતા તેને વિખેર્યા હતા અને થોડી Bus Accident સમજાવટથી તથા થોડી કડકાઈથી સ્થિતિ કાબૂમાં લીધી હતી. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થવાના લીધે ઓફિસે જનારા લોકો અટવાઈ ગયા હતા.

થોડા સમય પહેલા શાહપુર ચાર રસ્તા પાસે પણ એએમટીએસે Bus Accident આ જ રીતે વૃદ્ધને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું. આમ એએમટીએસ પણ જાણે બીઆરટીએસના રવાડે ચઢી ગઈ હોય તેવી સ્થિતિ છે. બીઆરટીએસ નિયમિત રીતે જેમ લોકોને હડફેટે લે છે હવે તેવું એએમટીએસમાં પણ જોવા મળવા લાગ્યું છે.

 

આ પણ વાંચોઃ માસ્ટરમાઈન્ડ/હનીટ્રેપના આરોપી કેતકી વ્યાસના કટકીબાજીના પુરાવા, 300થી વધુ વિધા જમીન ખરીદી હોવાનું અનુમાન

આ પણ વાંચોઃ દિલ ધડક રેસ્ક્યુ/સાણંદમાં 9 ફૂટનો મહાકાય અજગર ઘુસી આવતા ગ્રામજનોમાં છવાયો ભય, આ રીતે કરાયું રેસ્ક્યુ

આ પણ વાંચોઃ Surat/સુરતના કોસાડ તળાવમાં યુવકનું ડૂબી જતાં મોત, પરિવારે અણબનાવની શંકા વ્યક્ત કરી

આ પણ વાંચોઃ સુરત/પ્રવાહ પલટાયોઃ સાયન્સ-કોમર્સને રામ-રામ, આર્ટ્સમાં વિદ્યાર્થીઓને કામ-કામ

આ પણ વાંચોઃ Dwarka Police-Drug factory/દ્વારકા પોલીસે પંજાબમાં નશાની ફેક્ટરી ઝડપી, આયુર્વેદિક સીરપના નામે થતું હતું વેચાણ