ડાંગ/ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલા પરીક્ષાર્થીઓને નડ્યો અકસ્માત

ડાંગના વઘઈ શિવઘાટના વળાંકમાં ઉમેદવારોની ગાડીને અકસ્માત સર્જાયો હતો.

Top Stories Gujarat Others
અકસ્માત

ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ દ્રારા આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા પરીક્ષાર્થીઓને અલગ અલગ જીલ્લામાંથી પરીક્ષા કેન્દ્ર પર પહોંચી રહ્યા છે. ત્યારે આવામાં  જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જઈ રહેલા પરીક્ષાર્થીઓને અકસ્માત નડ્યો હતો. ડાંગના વઘઈ શિવઘાટના વળાંકમાં ઉમેદવારોની ગાડીને અકસ્માત સર્જાયો હતો. ટાવેરા ગાડીની બ્રેક ફેલ થતાં ઘાટીમાં દુર્ઘટના બની હતી. જોકે, સદનશીબે કોઈ જાનહાનિ ન થઈ. વૈકલ્પિક વ્યવસ્થા કરી ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડાયા હતા. ડાંગ જિલ્લામાં 17 કેન્દ્રો પર 5,910 ઉમેદવારો પરીક્ષા આપવાના છે.

ગુજરાત પંચાયત સેવા પંસદગી બોર્ડ દ્વારા આજે જૂનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવવાની છે. ત્યારે તંત્ર પણ સજ્જ થઈ ગયુ છે અને ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. પરીક્ષમાં કોઈ ગેરરીતી કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ કેન્દ્રો પર જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આપને જણાવીએ કે, ગત જાન્યુઆરીના રોજ પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં યોજાતી મોટાભાગની પરીક્ષામાં પેપર લીક સહિતની અનેર ગેરરિતીના મામલે સામે આવે છે જેથી આજે યોજનાર પરીક્ષા સુચારૂ રીતે અને પારદર્શતી સાથે યોજાઇ માટે ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળના ચેયરમેન હસમુખ પટેલે પેપરલીકના કોભાંડ આચરતા  શખ્શોને ખુલ્લી  ચીમકી આપી છે.  તેમણે મીડિયા દ્રારા ગેરરીતિ કરતા શખ્સોને  સંદેશ આપ્યો છે કે, આ વખતે જો કોઇ પેપરલીક કરશે કે કરવાનો પ્રયાસ પણ કરશે તો તેને બક્ષવામાં નહીં આવે..પેપરલીક બિલમાં જે પણ કાયદાઓનો ઉલ્લેખ છે તે પણ આ પરીક્ષાથી લાગુ થશે.

આ પણ વાંચો:યુપીનો માફિયા અતીક અહેમદ બન્યો કેદી નંબર 17052, જેલમાં મારશે ઝાડું, મળશે 25 રૂપિયા

આ પણ વાંચો:સુરતમાં 50 લાખના MD ડ્રગ્સ સાથે મહિલાની ધરપકડ, પતિ પણ છે જેલમાં બંધ

આ પણ વાંચો:કૃષ્ણની નગરી દ્વારકામાં મેગા ડિમોલિશન, જમીન પર કબજો કરીને ગજવા-એ-હિંદ બનાવવાની હતી યોજના?

આ પણ વાંચો:‘મોદી સરનેમ’ કેસમાં સજા સામે સુરત કોર્ટ પહોંચશે રાહુલ ગાંધી, ભાજપે કર્યો આવો કટાક્ષ

આ પણ વાંચો:કોર્ટમાં જશે રાહુલ ગાંધી, આવતીકાલે તેઓ સુરત આવીને નિર્ણયને પડકારી શકે છે