Not Set/ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રશાસકની કરાશે નિમણૂંક, મહારાષ્ટ્ર સરકારે લીધો નિર્ણય

મુંબઈ મહાનગરપાલિકાનો કાર્યકાળ 7 માર્ચે પૂરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, BMCની ચૂંટણી ખૂબ જ નજીક છે, 7 માર્ચ પછી, મહાનગરપાલિકા પર પ્રશાસકની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

Top Stories India
bmc

મહારાષ્ટ્રની સરકારે મોટો નિર્ણય લીધો છે, મુંબઈ મહાનગરપાલિકાનો કાર્યકાળ 7 માર્ચે પૂરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, BMCની ચૂંટણી ખૂબ જ નજીક છે, 7 માર્ચ પછી, મહાનગરપાલિકા પર પ્રશાસકની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનોની મુદત પૂરી થાય અને તાત્કાલિક ચૂંટણી યોજવી શક્ય ન હોય ત્યાં પ્રશાસકની નિમણૂક કરવાની પરંપરા રહી છે. પરંતુ મુંબઈ મહાનગરપાલિકાના સંબંધમાં આવી કોઈ પરંપરા અને નિયમો નથી. આવી સ્થિતિમાં હવે એડમિનિસ્ટ્રેટર નિયુક્ત કરવા BMCના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. તેના પર રાજ્યપાલની મંજૂરી લેવામાં આવશે.

આ પણ વાંચો:અમારી આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ ન કરો, હિજાબ વિવાદ પર ઓવૈસીએ પાકિસ્તાનને બતાવ્યો અરીસો

રાજ્યપાલની મંજૂરી બાદ પ્રશાસકની નિમણૂક કરવામાં આવશે.આ માટે 7 માર્ચ પછી વટહુકમ બહાર પાડવામાં આવશે. બુધવારે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને NCP નેતા નવાબ મલિકે આ માહિતી આપી હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં રાજ્ય કેબિનેટની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયથી હવે એક વાત નક્કી થઈ છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી હવે સમયસર નહીં થાય.BMC ચૂંટણીનો સમય નજીક આવી ગયો છે પરંતુ મુંબઈ હજી કોરોના સંકટમાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યું નથી. આવી સ્થિતિમાં રાજ્ય સરકારે 7 માર્ચ પછી પ્રશાસકોની નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે BMCની ચૂંટણી હવે થોડી આગળ વધી ગઈ છે.

આ પણ વાંચો:દેશમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો,છેલ્લા 24 કલાકમાં 67 હજારથી વધુ કેસ,1241 દર્દીઓના મોત

ફેબ્રુઆરી મહિનાના અંત સુધી મુંબઈમાં 100 ટકા અનલોક થઈ જશે. મુંબઈ મહાનગરપાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ આ જાણકારી આપી છે. મુંબઈમાં કોરોના હવે ફૂલ કંટ્રોલમાં આવી ચૂક્યો છે. હવે દરરોજ 500થી ઓછા કોરોનાના કેસ સામે આવી રહ્યા છે.BMCનો દાવો છે કે, આગામી અઠવાડિયા સુધી મુંબઈમાં 100 ટકા લોકોનું વેક્સિનેશન પૂરૂ થઈ જશે. ત્યારે ફેબ્રુઆરીના અંત સુધીમાં મુંબઈમાંથી કોરોનાના નિયમો અને પ્રતિબંધોને પૂરી રીતે હટાવી લેવામાં આવશે. તેની પુરી તૈયારી કરવામાં આવી છે.

આ પણ વાંચો:જાણો 2022માં ક્યારે થશે ‘સૂર્યગ્રહણ’ અને ‘ચંદ્રગ્રહણ’