ગુજરાત/ પાંડેસરા વિસ્તારમાં ડાંઈગ મિલમાં કામ કરતા કારીગરનું થયું મોત

પાંડેસરા વિસ્તારમાં ડાંઈગ મિલમાં એક કારીગરનું મોત થયું. આ કારીગર પાંડેસરા વિસ્તારમાં આવેલ ડાંઇગ મિલમાં કામ કરતો હતો.

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 05 21T170737.266 પાંડેસરા વિસ્તારમાં ડાંઈગ મિલમાં કામ કરતા કારીગરનું થયું મોત

સુરત : પાંડેસરા વિસ્તારમાં ડાંઈગ મિલમાં એક કારીગરનું મોત થયું. આ કારીગર પાંડેસરા વિસ્તારમાં આવેલ ડાંઇગ મિલમાં કામ કરતો હતો. કામ કરવા દરમ્યાન 42 વર્ષીય કારીગરને કરંટ લાગતા મોત નિપજ્યું. કારીગરના મોત થવા મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મજૂરો અને કારીગરોના મોત હવે સસ્તા થયા છે. આ માણસોના કામને નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે. બાંધકામ કરતા મજૂરો કામ કરતી વખતે નીચે પટકાય છે અને મૃત્યુ પામે છે. તેવી જ રીતે ડાંઈગ મીલમાં કામ કરતા કારીગરો પણ જોખમી કામ કરતા હોય છે. મિલની આ કામગીરી એટલી જોખમી હોય છે કે કારીગરો ઘણી સાવચેતી રાખે છતાં કેટલીક વખત સાધનો ખરાબ હોવાના કારણે તેઓ શિકાર બનતા મૃત્યુ પામે છે.

પાંડેસરા વિસ્તારની ડાંઇગ મીલમાં એક કારીગરને વીજ કરંટ લાગતા મૃત્યુ પામ્યો. કારીગર ડાઇંગ મિલમાં ફોલ્ડિંગ મશીનમાં કામ કરતો હતો. દરમ્યાન આ ઘટના બનવા પામી. આ કારીગરનું નામ અરવિંદ પાંડે હોવાનું સામે આવ્યું છે. અરવિંદને મીલમાં કામગીરી દરમ્યાન કરંટ લાગતા હોસ્પિટલમાં દાખલ કરાયો. જ્યાં સારવાર દરમયાન તેનું મોત થયું. પાંડેસરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. મીલમાં કામ કરતા કારીગરોની સુવિધાને લઈને પણ પોલીસ તપાસ કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  નડિયાદમાં મોબાઇલ જુગારધામનો પોલીસે કર્યો પર્દાફાશઃ 42 જુગારીઓની ધરપકડ

આ પણ વાંચો: અમદાવાદ રિવરફ્રન્ટ પર બોટિંગ હજી બંધ, પોલીસની NOC આપવામાં ઢીલી કામગીરી

આ પણ વાંચો:અમદાવાદ-વડોદરામાં ઇન્કમટેક્સ રેડમાં 200 કરોડથી વધુ બેનામી વ્યવહારો મળ્યા