અમરેલી/ લીલીય તાલુકાના આ ગામમાં વૃધ્ધ દંપતી પર અજાણ્યા શખ્સોનો હુમલો, લૂંટના ઈરાદાએ કરાયો હોવાની આશંકા

અમરેલી જિલ્લાના નાના રાજકોટ ગામે વૃદ્ધ દંપતીને માર મારી વૃદ્ધની હત્યા તેમજ ગુજરાત ભરમાં લૂંટ,ધાડના 21 ગુનાઓમાં સંડોવાયેલો આરોપીને કુલ કિંમત રૂપિયા 4,00,000 ના મુદ્દા માલ સાથે અમરેલી એલસીબી પોલીસે પકડ્યા હતા.

Gujarat Others
વૃધ્ધ દંપતી

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના નાના રાજકોટ ગામે વૃદ્ધ દંપતી ઉપર હુમલો થયેલ હોય રાત્રે દરમિયાન કોઈ સમયે અજાણ્યા ત્રણ આરોપીએ લખમણભાઇ ના ઘરમાં ચોરી લૂંટ કરવાના હીરાદે પ્રવેશ કરેલ આ દરમિયાન લખમણભાઇ તથા તેમના પત્ની નબુબેન જાગી જતા આરોપીએ લખમણભાઇ તથા તેમના પત્નીને લાકડાના ધોકા વડે માથામાં અને શરીરે આડેધડ માર મારી લખમણભાઈનું સ્થળ પર મોત નીપજાવી, નબુબેનને મરણતોલ ઈજાઓ કરી, તેમના ઘરમાંથી રોકડા રૂપિયા તથા સોનાના દાગીના તથા ડ્રીમ યુગા મોટર સાયકલની લુંટ કરીને નાસી ગયેલ હોય જે અંગે લીલીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી જેને આધારે અમરેલી એલ.સી.બી, એસ.ઓ.જી., લીલીયા તથા ધારી પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા અજાણ્યા આરોપીઓ અંગે સંઘન તપાસ કરવામાં આવેલ.

શંકાદારોને ચેક કરવામાં આવેલ ગુના વાળી જગ્યાની આજુ બાજુમાં રહેતા રહીશો તથા ભોગ બનનાર દંપતીના સગા સંબધીઓમાં પૂછ પરછ કરતા આ ગુનો બનવા પાછળના કારણ અંગે તપાસ કરવામાં આવેલ અંગત બાતમીદારો અને ટેકનીકલ સોર્સ દ્વારા આરોપીઓ અંગે તપાસ કરવામાં આવેલ આરોપીઓ ગુનાને અંજામ આપી, નાસી જતી વખતે આરોપીઓ જે રસ્તાઓનો ઉપયોગ કરી શકે તેવા સંભવિત તમામ રસ્તાઓ પરના સી.સી.ટી.વી ફૂટેજનો જીણવટ ભરી રીતે અભ્યાસ કરવામાં આવેલ હોય જેને લઈને બે આરોપીને ઝડપી પાડ્યા હતા બને આરોપીની સઘન પૂછ પરછ કરતા તેઓએ પુનિયા સવલાભાઈ ગણાવા ની સાથે મળી આ ગુનાને અંજામ આપેલ હોવાની ચોકાવનારી કબુલાત આપી હતી.

જે અન્વયે અમરેલી એલ.સી.બી. ટીમે બાતમી હક્કિત આધારે ગુજરાત ભરના અલગ અલગ જિલ્લાઓના 21 ગુનાઓમાં સંડોવાયેલા તેમજ લુંટ,ધાડના ગુનાઓમાં નાસતા ફરતા આરોપી પુનિયા સવલાભાઈ ગણાવાને પકડી પાડી, તેમની સઘન પૂછ પરછ કરતા તેઓએ આ ગુનાને અંજામ આપેલ હોવાની ચોકાવનારી કબુલાત કરી હતી આમ અમરેલી જિલ્લાના નાના રાજકોટ ગામે વૃદ્ધ દંપતીને માર મારી વૃદ્ધની હત્યા તેમજ ગુજરાત ભરમાં લૂંટ,ધાડના 21 ગુનાઓમાં સંડોવાયેલો આરોપીને કુલ કિંમત રૂપિયા 4,00,000 ના મુદ્દા માલ સાથે પકડી પડ્યો.

આ પણ વાંચો:કોણ છે ભાનુબેન બાબરીયા? ગુજરાતની નવી કેબિનેટમાં એકમાત્ર મહિલા મંત્રી

આ પણ વાંચો:બીજી વખત સીએમ બન્યા ભૂપેન્દ્ર પટેલ, તેમના નામે નથી કોઈ જમીન અને કાર, જાણો શું છે તેમની પાસે

આ પણ વાંચો:જંગી જીત માટે PM મોદીએ ગુજરાતની જનતાનો માન્યો આભાર, મંચ પર નતમસ્તક થઇને કર્યું નમન