Crime/ લીયાદનાં સરપંચનાં પુત્ર દ્વારા ગેરકાયદેસર ચલાવાતો રેતીનો વોશ પ્લાન્ટ ઝડપાયો

લીંબડી તાલુકાનાં લીયાદ ગામે પ્રાંત અધિકારીએ પોલીસ ટીમને સાથે રાખીને દરોડો પાડ્યો હતો.

Gujarat Others
Electionn 23 લીયાદનાં સરપંચનાં પુત્ર દ્વારા ગેરકાયદેસર ચલાવાતો રેતીનો વોશ પ્લાન્ટ ઝડપાયો

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

લીંબડી તાલુકાનાં લીયાદ ગામે પ્રાંત અધિકારીએ પોલીસ ટીમને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. લીયાદનાં સરપંચનાં પુત્ર તથા તેના સાથીદારે સરકારી જમીનમાં ગેરકાયદેસર ખોદકામ કરી ઉભો કરેલો રેતી વોશ કરવાનો પ્લાન્ટ ઝડપી પાડ્યો હતો. 770 મેટ્રીક ટન રેતી, મશીનરી અને સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

Electionn 24 લીયાદનાં સરપંચનાં પુત્ર દ્વારા ગેરકાયદેસર ચલાવાતો રેતીનો વોશ પ્લાન્ટ ઝડપાયો

Crime: સોલા સિવિલમાંથી કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઓક્સિજન પાઈપલાઈનની ચોરી

લીંબડી-વઢવાણ તાલુકાનાં ઉઘલ, વડોદ, બલદાણા, લીયાદ, બોડીયા, સૌકા, ઉંટડી, ચોકી, જાખણ, ખંભલાવ, શિયાણી, પાણશીણા સહિતનાં ભોગાવા કાંઠાનાં ગામોની નદીમાં ગેરકાયદેસર રેતી ચોરીનો કાળો કારોબાર ખુલ્લેઆમ અને બેરોકટોક ચાલી રહ્યો હોવાના બુમરાણા ઉઠી રહ્યા છે. ડે.કલેક્ટર હર્ષવર્ધનસિંહ સોલંકીએ પીએસઆઈ એમ.કે.ઈશરાણી સહિત પોલીસ ટીમને સાથે રાખી લીયાદ ગામે દરોડો પાડયો હતો. લીયાદ ગામનાં સરપંચ મધુબેન માણસુરીયાનો પુત્ર વિપુલ હરજીભાઈ માણસુરીયા અને તેનો સાથીદાર વિજય વાલજીભાઈ દ્વારા સરકારી જમીનમાં ગેરકાયદેસર ખોદકામ કરી ઉભો કરેલો રેતી વોશ કરવાનો પ્લાન્ટ ઝડપાયો હતો.

Electionn 25 લીયાદનાં સરપંચનાં પુત્ર દ્વારા ગેરકાયદેસર ચલાવાતો રેતીનો વોશ પ્લાન્ટ ઝડપાયો

Election: શા માટે ભાજપને મળી કોર્પોરેશનમાં જંગી લીડ?

અંદાજે 770 મેટ્રીક ટન રેતી, રેતીનું ખોદકામ કરવાની મશીનરી તથા અન્ય સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. લીંબડી પોલીસ મથકે મુદ્દામાલ જમા કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે લીંબડીનાં પ્રાંત અધિકારી એચ.એમ.સોલંકી કહ્યુ કે, 1 વર્ષ સુધી કરેલી રેતી ચોરીનો દંડ વસુલવામાં આવશે. રેતી ચોરો વિપુલ અને વિજય પાસેથી 1 વર્ષમાં અંદાજે 1800 ટ્રેકટર રેતી ચોરીનો દંડ વસુલાશે. સાથે જ સરકારી જમીનમાં કરેલું ગેરકાયદેસરનું ખોદકામ, વીજળી ચોરી સહિતનો દંડ વસુલવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ